Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સગર સમાજ દ્વારા કાલે ભગીરથ દાદાની જન્મજયંતિ મહોત્સવઃ શોભાયાત્રા- સાંસ્કૃતિક કાર્યક્રમો

મોરબી રોડ ઉપરથી શોભાયાત્રાનો પ્રારંભ પેડક રોડ ખાતે સમાપનઃ તેજસ્વી વિદ્યાર્થીઓ અને રકતદાતાઓનું શિલ્ડ- પ્રમાણપત્રથી સન્માનાશે

રાજકોટ,તા.૧૪: સગર જ્ઞાતિ મંડળ તેમજ જય ભગીરથ સગર સમાજ યુવા ગ્રુપ- રાજકોટ દ્વારા આવતીકાલે તા.૧૫ને ગુરૂવારના રોજ બપોરના ૧૨ કલાકથી સાંજના ૮ કલાક સુધી શ્રી ભગીરથ દાદાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ રકતદાતાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે.

આવતીકાલે ૧૫મી ઓગષ્ટના બપોરે ૧૨:૩૦ વાગે મોરબીરોડ ઉપર જય જવાન જય કિસાન સોસાયટી ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને પેડક રોડ ઉપર આવેલ અટલબિહારી વાજપાયી હોલ ખાતે સમાપન થશે. ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ધો.૫ થી કોલેજ સુધીના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ રકતદાતાઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે.

આયોજનમાં લાલજીભાઈ બેલડીયા, બિપીનભાઈ ગોહેલ, જીતેન્દ્રભાઈ પાથર, અરવિંદભાઈ માંડાણી, તુલસીભાઈ ભેસારા, જયપાલભાઈ બેલડીયા, હરેશભાઈ ધંધુકીયા, અનિલભાઈ ગળથીયા, મહેશભાઈ મેમકીયા અને ધર્મેશભાઈ ભેસાણીયા જોડાયેલ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:25 pm IST)