Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મારે ઘેર ધ્વજવંદન...

કાલે ૩૦ થી વધુ જગ્યાએ તિરંગાને સલામી અપાશે

ટીમ ઈન્દ્રનિલ ફોર યુ દ્વારા આયોજનઃ ઘરે- ઘરે ધ્વજારોહણ કરવા ઈચ્છુકોએ સંપર્ક કરવા અનુરોધ

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે 'ટીમ ઈન્દ્રનિલ ફોર યુ'ની ટીમના દિવ્યનિલબેન રાજગુરૂ, મ્યુ.કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, અભિષેક તાળા,રાજુભાઈ શેઠ, બિપીનભાઈ મહેતા, શૈલેષભાઈ મહેતા, સંજયભાઈ વડેચા, પ્રહલાદભાઈ દવે, હેમંત વિરડા, રીટાબેન વડેચા, ચંદુભાઈ ભદ્રકીયા, કિશોરસિંહ રાઠોડ, મનીષભાઈ કકકડ, એકતાબેન મહેતા, મચ્છાભાઈ ગોહેલ, ભરતભાઈ આહીર, મેઘજીભાઈ રાઠોડ, વિજયસિંહ જાડેજા (ચાંદલી), હારૂનભાઈ ડાકોરા, બિપીનભાઈ દવે, સુરેશભાઈ ગરેચા, મહેશભાઈ જોષી, હબિબભાઈ કટારીયા, કૈલાશભાઈ નકુમ, શારબાઈ ગુલામહુશેન, કિંજલબેન જોષી, નીતાબેન ખારોડ, વૈશાલી શિંદે, જયાબેન રાઠોડ, લલીત પરમાર વિ.નજરે પડે છે.(તસ્વીરઃ બગથરીયા)

રાજકોટઃ આપણે ભારતીયો માટે સ્વાભાવિક રીતે સ્વતંત્ર દિવસ તેમજ પ્રજાસતાક દિવસ, દિવાળી, ઈદ અથવા કોઈપણ તહેવાર કરતા વધુ અગત્યનો ગણવો જોઈએ. તેવી ઈચ્છા પ્રેરિત ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા ૩૦ થી વધારે જગ્યાઓએ ધ્વજવંદન કરવામાં આવશે. અડોશ- પાડોશને આમંત્રણ પાઠવી સૌ જ્ઞાતિ- જાતિથી પર રહી સર્વનો કહી શકાય તેવા આ તહેવારને ખુશીથી માનવામાં આવશે. દેશ, સ્વતંત્ર, તો વ્યકિત સ્વતંત્ર અને તે લાગણીને બરકરાર રાખતા આ પર્વમાં ત્રીરંગાને સલામી તે જ આ દેશની પ્રગતી અને શાંતીનો સંદેશ, પર્વની ઉજવણી દ્વારા પ્રતીત કરવાનો પ્રયાસ  હોવાનું ટીમ ''ઈન્દ્રનિલ ફોર યુ''ના આગેવાનોએ જણાવ્યું હતું. ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરીએ જ દીવસ આપણા ઘર આંગણે આપણે તિરંગો ફરકાવી બધા મળી સલામી આપવી તે આપણો ધર્મ છે. આ સલામીમાં આપણા કાજે દેશ માટે આપણા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલી આપવી તે આપણી ફરજ છે. કોઈપણ નાગરિકને પોતાના ઘર પાસે સૌને સાથે રાખી ધ્વાજારોહણ કરવું હોય તો મો.+૯૧ ૯૪૨૬૨ ૨૪૬૧૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

(3:42 pm IST)
  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST