Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મેન્ટર

જન્નતમાં જય હિન્દ

'જગ શિરનૌર બના યે ભારત વહ બલ વિક્રમ હૈ અમ્બ વિમલ જાતિ હૈ' જગતમાં શ્રેષ્ઠતમ સ્થાન ધરાવતું ભારત અખંડ ભારતના નાગરિક હોવાનો ગર્વ સૌ હિંદવાસી આપણે અનુભવીએ છીએ. આ અખંડ ભારતનું સ્વપન ભુતપૂર્વ આઝાદી અપાવનાર નેતાઓ પૈકી લોખંડી પુરૂષ નું બિરૂદ ધરાવનાર સરદાર વલ્લભભાઇ પટેલ નું આ સ્વપન હતું તેમણે ભારતની અખંડિતતા ને અકબંધ રાખવા ૫૬૨ રજવાડાઓ ને એકત્રિત કરીને ભારતને એક સંપૂર્ણ, સલામત, બિન સાંપ્રદાયિક અને સલામત રાષ્ટ્ર બનાવવા જહેમત કરી હતી.

પ્રાચીન સમય થી જ હિન્દ એ 'સોને કી ચિડિયા' હતું લોકોની નજરનું આકર્ષણ હતું. હિન્દ ભૂમિ એ વિષુવવૃતિય પ્રદેશની ફળદ્રુપ ભૂમિ, કુદરતી સંપતિઓથી ભરપૂર અને ઋષિ સંપ્રદા તેમજ આધ્યાત્મિકતા ના યોગગણ સમું ભૂખંડ હતું. આ સંપતિ ના આધિપતિ તરીકે પ્રતિનિધિત્વ કરતું ભારત ભૂમિનું સ્વર્ગ એટ્લે કશ્મીર.

આજની ટેકનોલોજિ એ જો કે બાળકો, વુધ્ધો, વયસ્કો યુવાનો ને કશ્મીર ની કાલ્પનિક નહીં પરંતુ વાસ્તવિક સુંદરતા ની ઘણી નજીક લાવી દીધા છે. લોકો આ સ્થળ ધરતી પરના સ્વર્ગ ની હૂબહૂ પ્રતિમા જાણી જોઈ શકે છે. આ કશ્મીર એ ભારતના નકશામાં ભારતનું શીશ ગર્વ થી ઊંચું રાખવા સકૃત પ્રદેશ છે. પરંતુ આ કશ્મીર પર કબ્જો લેવા આ ભારતભૂમિ ના મસ્તક ને શિરચ્છેદ કરવા દુશ્મન દેશો અનેક વાર પ્રયત્નશીલ રહ્યા છે. કશ્મીર કોનું? આ પ્રશ્ન વિવાદાસ્પદ રહ્યો છે. માટે જ આજ સુધી ભારતીય બંધારણીય કાયદાઓથી કશ્મીર અડગું રહ્યું હતું.  

ભારતીય બંધારણીય કાયદાઓ પૈકી 35 A ને ૧૯૫૪માં રાષ્ટ્રપતિના આદેશથી ઉમેરવામાં આવી હતી. આ 35 A એટલે કે કશ્મીર વિધાનસભા ને રાજયના સ્થાયી નિવાસીની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મુ કશ્મીર ના નાગરિકો ને ખાસ અધિકાર આપવામાં આવે છે. અને અસ્થાયી નિવાસીને તે અધિકારથી વંચિત કરવામાં આવે છે. અસ્થાયી નાગરિક જમ્મુ કશ્મીર માં ન તો સ્થાયી થઈ શકે અને ન તો ત્યાં ની કોઈ જ સંપતિ ખરીદી શકે છે ન તો ત્યાં સરકારી નોકરી કરી શકે ન તો શિષ્યવૃતિ પણ મેળવી શકે. ટૂંકમાં તેને કોઈ જ સરકારી મદદ મળતી નથી. આર્ટીકલ ૩૭૦ હેઠળ જમ્મુ કશ્મીર ને વિશેષ અધિકાર આપવે છે. આર્ટીકલ ૩૭૦ હેઠળ ભારતીય સંસદ જમ્મુ કશ્મીર મામલે માત્ર ત્રણ મુદ્દા – સુરક્ષા , વિદેશ મામલા અને કોમ્યુનિકેશન માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઈ પણ કાયદા ને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજય સરકારની મંજૂરી લેવી પડે છે.

બંધારણીય કાયદાઓમાં સમયાંતરે જો પરીવર્તન લાવવામાં ન આવે તો કાયદાઓ કાનૂની દાયરા ને તોડી ને ગુનાખોરી ના ગુમાતિયા બની જાય છે. આજ વર્ષો થી ચાલતા આ વિવાદના પ્રશ્ન ને ઉકેલવા મોદી સરકાર અડીખમ અને કાર્યરત બની છે સંકલ્પશીલ નિર્ણયો ની લગાતાર રફતારો મોદી સરકારની વિકાસગાથા ને ઐતિહાસિક બનાવી રહી છે. ૩૭૦ ની કલમ ની નાબૂદી નો નિર્ણય જમ્મુ કશ્મીર ના વિકાસ ના દ્વાર ખુલ્લા મૂકયા છે દેશના બાળકને મફત ફરજિયાત શિક્ષણ નો અધિકાર આપ્યો છે. ૩૭૦ કલમ નાબૂદીની જાહેરાત થી જમ્મુ કશ્મીર નો વિશેષ રાજયનો દરજ્જો પણ નાબૂદ થઈ ગયો છે. કૃષ્ણ – અર્જુન ની જોડી સાબિત કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી ની સરકાર દ્વારા ભારત અખંડિત રાખવાનો શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ના સ્વપન ને સાકાર કર્યું છે આ ૩૭૦ કલમ નાબૂદી ની ચર્ચા રાજયસભા માં દ્યણા સમયથી ચાલી રહી હતી. વિવાદાસ્પદ આ પ્રશ્ન વિષે દરેક લોકનેતાઓ ચિંતનશીલ અને ચિંતાશીલ હતા. ભારતના પૂર્વ વિદેશમંત્રી અને એક અનેરી પ્રતિભાશીલતા ના મુખી સ્વ. સુષ્મા સ્વરાજ નું અંતિમ ક્ષણો માં થયેલ ટ્વીટ કે કદાચ હું આ સમાચાર સાંભળવા જ જીવિત હોઈશ કે ૩૭૦ કલમ રદ્દ આ તેમના શબ્દો જ સૂચવે છે કે ભારતીય લોકનેતાઓ ભારતમાતાની સેવામાં જીવ જાન થી રત થઈ અને વિકાસોન્મુખ છે.

પ્રવર્તમાન સમયમાં ભારત દેશને હિન્દુ સ્વરાજ ને એક દીર્ઘ દ્રષ્ટા સારથિ અને જાંબાઝ નેતા મળ્યા છે જે ભારતને મહાસત્ત્।ા સ્થાપવાના સંકલ્પથી કટીબદ્ઘ છે. એવી આશા દરેક હિંદવાસીને છે ભારતના દરેક રાજયો ની માફક હવે જમ્મુ કશ્મીર પણ ભારતમાં અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે મોદી સરકારે જમ્મુ કશ્મીર ના વિકાસની વિકાસરેખા ની પ્રતિકૃતિ તૈયાર જ રાખી હોય તેમ રાજય ને કેન્દ્ર શાશિત પ્રદેશ બનાવ્યા બાદ તેનું સીમાંકન કરશે અને તે અન્વયે રાજય વિધાન સભામાં સાત બેઠકો નો વધારો થશે. આજ સુધી દેશમાં ૧૫ વડાપ્રધાનો અને ૩૧ ગૃહમંત્રીઓ થઈ ગયા પરંતુ ૩૭૦ કલમ હટાવવાની કોઈએ હિમ્મત કરી ના હતી. આજે ૩૭૦ કલમ ની નાબૂદી થી જમ્મુ કશ્મીર નો પ્રવાસન પર્યટન ઉધોગ જમ્મુ કશ્મીર માં બાળકો ને મફત ફરજિયાત શિક્ષણ, આંતકવાદ, ભ્રષ્ટાચાર, ઘૂષણખોરી ની નાબૂદી વગેરેને લીધે ધરતી પરનું સ્વર્ગ કશ્મીર હંમેશ માટે સ્વર્ગ જ બની રહેશે અને હવેથી જમ્મુ કશ્મીર માં ભારતનો ઝંડો લહેરાશે અને  જમ્મુ કશ્મીર ના નાગરિક ને હિંદવાસી નો દરજ્જો પ્રાપ્ત થશે અને આ જન્નત માં જય હિન્દ ના નારા ગુંજશે.

પાર્થ ઉવાચ :

અગર તુમ દૂધ માંગોગે તો હમ ખીર દેગે ,

અગર તુમ કશ્મીર માંગોગે તો લાહોર ભી છીન લેંગે.

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(11:31 am IST)
  • પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલી તથા શ્રી નરેન્દ્ર મોદીને ભાઈ ગણતી મહિલા કમર મોહસીન હસન રાખડી બાંધવા દિલ્હી પહોંચી : છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધવાનો ક્રમ ચાલુ છે access_time 12:40 pm IST

  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST

  • બિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST