Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટ હેર કટીંગ સલૂનની તમામ દુકાનો સાંજે 5 વાગ્યા સુધી જ ખુલી રહેશે : ક્ષૌરકમૅ ધંધાદાર સમીતી દ્વારા દુકાનો વહેલા બંધ કરવા નિર્ણંય

વેપારી એસોસીએશન, વેપારી મંડળો એ સ્વચ્છિ રીતે વહેલું બંધ કરવા નિર્ણય કર્યા બાદ શૌરકર્મી પણ જોડાયા

રાજકોટ ક્ષૌરકમૅ ધંધાદાર સમીતી દ્વારા હેરકટિંગ સલૂનની દુકાનો વહેલી વહેલી બંધ કરવા નિર્ણય કરાયો છે એક યાદી મુજબ રાજકોટમાં દરરોજ 30 થી 35 કેસ કોરોના પોઝિટિવ આવતા રહ્યા છે અને આકડા દિવસેને દિવસે  વધી રહ્યો હોય આ પોઝિટિવ કેસોની ગંભીરતા ધ્યાનમાં લઈ અને રાજકોટ  વેપારી એસોસીએશન, વેપારી મંડળો, એ સ્વચ્છિ રીતે પોતાના ધંધા તથા દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય કર્યો હોય ત્યારે સલૂનો પણ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ અને રાજકોટ હેર કટીંગ સલૂન ની તમામ દુકાનો સાંજે 5:00 વાગ્યે બંધ કરી દઈએ અને સરકાર તથા કલેકટરને સાથ સહકાર આપીએ

  વધુમાં  જો કદાચ કલેક્ટરરી ટૂંક સમયમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરે અને આપણે પહેલાની જેમ આખો દિવસ દુકાન બંધ રાખવાની હાલત આવે અને પરિસ્થિતિ પહેલા લોકડાઉન જેવી નબળી બની જાય તે પહેલા જો આવું પગલું ભરવામાં આવે તો કદાચ કલેકટર તથા સરકાર આપણા હેર કટીંગ સલૂન નો વ્યવસાય અડધા દિવસ માટે શરૂ રાખવા પ્રેરાય તૅમ જણાવ્યું છે

(11:15 pm IST)