Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

શહેરીજનોને આ વર્ષે ૧૦ થી ૫ ટકા મિલ્કત વેરા વળતરનો લાભ નહિ

મિલ્કત વેરામાં રહેણાંક ને જુલાઇ સુધી ૧૫ ટકા અને ૨૦ ટકા કોમર્શીયલને ઓગસ્ટ સુધી વળતર : ૮૮ કરોડની આવકઃ ગત વર્ષ કરતા ૨૫ કરોડનું ગાબડું

રાજકોટ, તા., ૧૪: મ્યુ. કોર્પોરેશન દ્વારા   એડવાન્સ વેરો ભરનાર કરદાતાઓને દર વર્ષે ૧૫ થી ૫ ટકા સુધીનું વળતર આપવામાં આવે છે પરંતુ આ વર્ષે ૩૧ જુલાઇ સુધીમાં રહેણાંક મકાન ધારકોને ૧૫ ટકા તથા કોમર્શીયલ ધિલ્કત ધારકોને ૨૦ ટકા ૩૧ ઓગસ્ટ સુધીમાં વળતર આપવામાં આવશે.  વેરા શાખાને આજ દિન સુધીમાં  મિલ્કત વેરાની ૮૮ કરોડની આવક થવા પામી છે. ગત વર્ષ કરતા ૨૫ કરોનું છેટુ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં વેરા શાખાનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે  મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા દર વર્ષે નીયમીત અને એડવાન્સ વેરો ભરનાર કરદાતાઓને બે મહિના મહિલાઓ મિલ્કત ધારકોને ૧૫ ટકા તથા એક મહિનો ૧૦ ટકા તથા પુરૂષ મિલ્કત ધારકોને ૧૦ થી ૫ ટકા વળતર આપવામાં આવે છે.

આ વર્ષે લોકડાઉનનાં કારણે સરકાર દ્વારા રહેણાકં મિલ્કત ધારકોને ૧૫ ટકા તથા કોર્મશિયઇ મિલ્કત ધારકોને ૨૦ ટકા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મ્યુ.કોર્પોરેશનનાં વેરાનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ ંરહેણાંક મિલ્કત ધારકોને ૩૧ જુલાઇ સુધી  ૧૫ ટકા વળતર આપવામાં આવશે. હવે ઓગસ્ટ બાદ તેઓને ૧૦ થી ૫ ટકા વળતરનો લાભ નહિ મળે . જયારે કોમર્શીયલ મિલ્કત ધારકોન૩૧ ે ઓગસ્ટ સુધી ૨૦ ટકા જ વળતર મળશે અને ઓનલાઇનનો વધુ ૧ ટકો વળતર નહિ મળશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

૮૮ કરોડની આવક

 વેરા વિભાગે સતાવાર જાહેર કરેલ આંકડા મુજબ આજ દિન સુધીમાં કુલ ૧.૮૫ લાખ કરદાતાઓએ રૂ.૮૮ કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવી દીધા છે.

અડધો અડધ વેરા આવક ઓનલાઇન

 કોરોના કારણે આ વર્ષે અડધો અડધ કરદાતાઓએ વેબસાઇટનાં માધ્યમથી ઓનલાઇન વેરો ભર્યો હતો. જેના અંકડા મુજબ ૧૧ હજાર લોકોએ કુલ રૂ.૪૫ કરોડનો વેરો ઓન લાઇનથી ભર્યો હતો.

(4:20 pm IST)