Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાત્રે પાનની દુકાનો, ઇંડાની લારી ખુલ્લી રાખનારા, દુકાન બહાર ભીડ કરનારા, માસ્ક ન પહેરનારા, થુંકનારા બાવન પકડાયા

પોલીસ જાહેરનામાનો અમલ કરાવવા કટીબધ્ધઃપરંતુ અમુક લોકો બેજવાબદાર

રાજકોટ,તા.૧૪ : કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે વધી રહેલા કેસોથી શહેરમાં ચિંતા વધી રહી છે. તેમ છતાં હજુ પણ કેટલાક લોકો જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ હવે રાત્રે કર્ફયુની કડક અમલવારી શરૂ કરી છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખનારા વેપારી તથા રીક્ષા, કારમાં વધુ મુસાફરો બેસાડી નીકળનારા માલીકો અને ટુ-વ્હીલરમાં ત્રીપલ સવારી નીકળનારા તેમજ દુકાનની બહાર ગ્રાહકો એકઠા કરનારા વેપારી સહિત ૫૨ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

એ ડીવીઝન પોલીસે રૈયાનાકા ટાવર ચોક પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા અતુલ નટવરલાલ દેલવડા, લાખાજીરાજ રોડ ચોક પાસેથી અજીત માનસીંગભાઇ જરીયા, ગોંડલરોડ લોધાવાડ ચોકી પાસેથી રાજેન્દ્ર અર્જુનભાઇ જરીયા, મહિલા કોલેજ ચોક પાસેથી કીર્તિ નટરવરલાલભાઇ શેઠ, ત્રીકોણબાગ ચોકમાંથી દીલીપ ધનશીંગભાઇ જરીયા, હસમુખ બાલશીંગભાઇ જરીયા, તથા બી ડીવીઝન પોલીસે બેડી ચોકડી પાસેથી અજય રસીકલાલ ભીંડોરા, કેસરીપુલ પરથી સમીર મુકેશભાઇ દેથરીયા, ગ્રીનલેન્ડ ચોકડી નૈમિષ ચેતનભાઇ નીમાવત, કલ્પેશ ઘનશ્યામભાઇ હરીયાણી તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક માંથી સરફરાઝ સીરાજભાઇ મલેક, મહેશ નાનુભાઇ સરવૈયા, વિશાલ રાજુભાઇ બારૈયા, જીજ્ઞેશ ચંદુભાઇ ગોહેલ, તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ પરથી દિપેશ રમણીકભાઇ ઠકરાર, વિજય નાથાભાઇ ધોળકીયા, ૮૦ ફૂટ રોડ નટેશ્વર મહાદેવ મંદીર ગરબી ચોક પાસેથી અભીષેક દીલીપભાઇ ગોવાણી, વિશાલ કિશોરભાઇ વાઝા, કોઠારીયા રોડ હુડકો બસ સ્ટોપ પાસેથી પાસેથી રવી શિવરામભાઇ મહેતા, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન મંદીર ચેક પોસ્ટ પાસેથી નિલેશ જગદીશભાઇ માલકીયા, નવાગામ જવાના રસ્તે મામા સાહેબના મંદિર પાસે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર કપીલ જુમેલીભાઇ સૈયદ અને મોહરઅલી ઇસ્લામભાઇ પઠાણ, સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી શૈલેષ જુગલભાઇ ગોસ્વામી, પ્રકાશ છગનભાઇ સરવૈયા, વિપુલ વિનુભાઇ ઝાપડીયા, ગોપાલ ભરતભાઇ નિર્મળ તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી જી.જે.૩ જેઇ-૩૬૦૨ નંબરના બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર કાનજી છગનભાઇ વઘેરા, જી.જે.૩ બીયુ-૮૫૮૩ નંબરની રીક્ષામાં પાંચ પેસેન્જર બેસાડીને નીકળેલા હરેશ વાલજીભાઇ માલકીયા, કોઠારીયા રોડ કનૈયા ચોક પાસેથી ભાવેશ હિંમતભાઇ ટાંક તથા માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ કોટેચા ચોક પાસે વોંકીગમાં નીકળેલા ધવલ સરૈયા, ૧૫૦ ફૂટ રોડ પુનીતગર પાણીનાં ટાંકા પાસેથી પ્રભાતસિંહ પાંચાભાઇ બારડ, મવડી રોડ આનંદ બંગલા ચોક પાસેથી પ્રતીક જીતેન્દ્રભાઇ ભીમાણી, કે.કે.વી હોલ ચોક પાસેથી મોનીષ મોલેષભાઇ રાડીયા, તથા પ્ર.નગર પોલીસે ધરમ સીનેમા પાસેથી જી.જે.૩ કેજી-૪૮૬૩ નંબરના બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા હીતેન ધનશ્યામભાઇ ભૂત, જીજે.૩ એફ.કે.૨૮૩ નંબરની ઇકોકારમાં ચારથી વધુ મુસાફરોને બેસાડી નીકળેલા ગીરીશ આંંબાભાઇ પાનસુરીયા, જંકશન પ્લોટ શેરીનં. ૫/૧૩માં દુકાનની બહાર સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વિશાલ ઇન્દ્રકાન્તભાઇ મોટવાણી, તથા ગાંધીગ્રામ પોલીસે જી.જે.૩ એ. ડબલ્યુ-૮૦૦૯ નંબરની રીક્ષામાં ચાર મુસાફરોને બેસાડી નીકળેલા નરેશ દેવજીભાઇ વાણીયા, તથા ગાંધીગ્રામ પોલીસ રૈયારોડ સદગુરૂ તીર્થધામ કોમ્પ્લેક્ષ પાસે એ-વન આમલેટ નામની લારી ચાલુ રાખનાર આરીફ હનીફભાઇ મામટી, રૈયા ચોકડી પાસેથી મંગળ ઉર્ફે મલીન છગનભાઇ પરમાર, તથા તાલુકા પોલીસે વાવડી રોડ પર ગોપી પાન નામની દુકાન બહાર ગ્રાહકોને એકઠા કરનાર જયેન્દ્રસિંહ બચુભા જાડેજા, નવો ૧૫૦ ફુટ રોડ ઠાકર પાસેથી દિનેશ નાગેશ્વરભાઇ યાદવ, રાજેન્દ્ર રામસુરત પાસવાન, મોહન રામજીભાઇ યાદવ, વાવડી ચોકી પાસેથી હેમંતસિંહ વાઘુભા ઝાલા, શૈલેષ ગોગનભાઇ કારથરીયા, ગોગન બાવાભાઇ કારથરીયા, સંજય દામજીભાઇ ભંડેરી, રણછોડ પરબતભાઇ કારથીયા, તથા યુનિવર્સિટી પોલીસે આકાશવાણી ચોક પાસેથી ગૌરવ હરેશભાઇ ઉદાણી, સાધુવાસવાણી રોડ પર રામ ઓર શ્યામ ગોલા નામની દુકાન રાત્રે મોડે સુધી ચાલુ રાખનાર ફીરોજ કાસમભાઇ સોઢા, તથા આકાશવાણી ચોક પાસે લક્કી રેસ્ટોરન્ટ  રાત્રે ખુલ્લુ રાખનાર પ્રભુદાસ ધીરજલાલ ઘોડેસરાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:17 pm IST)