Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટ સુધી રેલવેના ડબલ ટ્રેક માટે ૪૮ ખેડૂતોનું જમીન સંપાદન પૂર્ણ : કુલ ૧૧ કરોડનું વળતર ચૂકવાયુ

રાજકોટ - સીટી, ખોરાણા, રાજગઢ, બેડી, હડમતિયાના ખેડૂતોની જમીન સંપાદન કરાઇ : સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલ દ્વારા કાર્યવાહી સંપન્ન

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેકટ અંતર્ગત કલેકટર તંત્ર દ્વારા ૪૮ ખેડૂતોની જમીન સંપાદનની કાર્યવાહી સંપન્ન કરી લેવાઇ છે અને આ માટે ખેડૂતોને કુલ ૧૧ કરોડનું વળતર પણ ચૂકવી દેવાયાનું કલેકટર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

કલેકટર તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાની હદમાં ડબલ ટ્રેક પ્રોજેકટમાં ખોરાણા, ગવરીદડ, હડમતિયા, રાજગઢ, બેડીના ૪૮ ખેડૂતોની જમીન સંપાદન કરવાની થતી હતી. આ માટે ૨૫ જેટલા વાંધા સુચનો મળ્યા હતા. જેનો નિકાલ કરાયેલ.

જ્યારે જે ૪૮ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી તે તમામને ૩ વર્ષના દસ્તાવેજના આધારે ૨૦૧૩ના જમીન સંપાદન નિયમો હેઠળ કુલ ૧૧ કરોડનું વળતર ચૂકવી દેવાયુ હતું.

નોંધનિય છે કે જમીન સંપાદનના વળતર અંગેની સત્તા સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલને એપ્રિલ મહિનાથી સુપ્રત કરાઇ હોઇ રેલવે ડબલ ટ્રેકની જમીન સંપાદન કાર્યવાહી તેઓએ સંપન્ન કરી હતી.

(2:46 pm IST)