Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

'દીકરાનું ઘર' ઢોલરામાં શ્રાવણ માસ ઉજવાશેઃ વિવિધ હીંડોળા દર્શનઃ યજમાન બનવાનો લાભ

કૃષ્ણ એટલે જ જીવનલીલામાં શ્વાસની છે આવન-જાવન, આ ખોળીયુ ગોકુળીયું અને હૃદય જ વૃંદાવન : અભિષેક, લઘુરૂદ્ર, વગેરે માટે સુવિધાઃ સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમો જળવાશે

રાજકોટ તા. ૧૪ : ''દીકરાનું ઘર'' તેની વિવિધ પ્રવૃતિઓ દ્વાા દેશવિદેશમાં ખ્યાતિપ્રાપ્ત છે. ''દીકરાનું ઘર'' દરેક પ્રસંગની -તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલ પણ શ્રાવણ માસની ''દીકરાનું ઘર''ના પરિસરમાં બિરાજેલ સાક્ષાત મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભકિત ભાવ રીતે દિવ્ય અને ભવ્ય વાતાવરણમાં પવિત્ર શ્રાવણ માસનીઉજવણી કરાશે.

સંસ્થાના મુકેશ દોશી, પ્રતાપભાઇ પટેલ, શિવલાલભાઇ આદ્રોજા, વલ્લભભાઇ સતાણી તેમજ ડો. નિદત બારોટે જણાવ્યું છે કે શ્રાવણ માસ ભાવિકો માટે પવિત્ર માસ ગણાય છે. ''દિકરાનું ઘર''ના પરિસરમાં વિવિધ પ્રસંગો યોજાય  તે માટેનું વિશિષ્ટ આયોજન સંસ્થા દ્વારા હાથ ધરાયું છે. જેમાં કૃષ્ણજન્મોત્સવ, હિંડોળા, દર્શન, દિપમાળા જેવા કાર્યક્રમો યોજાશે. આ માટેની વ્યવસ્થા સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ દરેક પ્રસંગો અલગ અલગ રીતે ઉજવાશે.

સંસ્થા અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજા તેમજ હસુભાઇ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ હિંડોળા દર્શન થશે જેમાં ઝરીના હિંડોળા, કાચના હિંડોળા, ગુલાબના હિંડોળા, મોરંપીંછના હિંડોળા, ખારેકના હિંડોળા, પવિત્રના હિંડોળા, ફુલના હિંડોળા, લીંબુના હિંડોળા, બગીચાના હિંડોળા, જેવા અલગ અલગ હિંડોળા દર્શન થશે. શહેરના કોઇપણ શિવભકતો આ હિંડોળાના લાભ લેવા ઇચ્છતા હોય તો એક હિંડોળા માટે ૧૧૦૦ રૂ. જેવી રકમ આપી હિંડોળા નોંધાવી શકે છે ''દીકરાનું ઘર''ના પરિસરમાં બીરાજતા પ્રાણ પ્રતિષ્ઠા થયેલ ભગવાન શિવજી મંગલેશ્વર મહાદેવની સવાર સાંજના આરતી માટે દિપમાળા દ્વારા આરતી થશે. જેમાં કોઇપણ ભાવિક આરતીનો લાભ લેવા ઇચ્છતા હોય તો માત્ર પ૦૦ રૂ. આપી આરતીનો લાભ લઇ શકશે.

સંસ્થાના ધીરૂભાઇ રોકડ, સુનીલ મહેતા, ઉપેન મોદી, કિરીટભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે. કે ભૂખ્યો એ ભીખારી નથી, પરંતુ મારો સમાન દેહધર્મી ભાઇ છે. આવું માનનાર દાતા ''દીકરાનું ઘર''માં જીવંત મૂર્તિ સ્વરૂપ માવતરોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ફરાળ કરાવવા ઇચ્છતા દાતાઓ માત્ર એક ટંકના રપ૦૦ રૂ. આપી ફરાળ કરાવી શકાશે. હાલ કોરોનાની ગંભીર સ્થિતિ છે તેન ેપણ સંસ્થા દ્વારા ધ્યાનમાં રાખી સંપૂર્ણ કાયદાને માન આપી પરિસ્થિતિ મુજબ દરેક પ્રસંગ યોજાશે. ''દીકરાનું ઘર'' સવારે ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. કોઇપણ ભાવિક માવતરો સાથે આ સમય દરમ્યાનસોશ્યલ ડીસન્ટસથી  મુલાકાત કરી શકશે.

સંસ્થાના મહિલા કમીટીના સભ્યો ગીતાબેન એ પટેલ તેમજ રાધીબેન જીવાણી હિંડોળા દર્શન, દિપમાળા તેમજ શ્રાવણ માસના અન્ય તહેવારો માટેના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવશે. શહેરના કોઇપણ ભાવિકો હિંડોળા દર્શન, દિપમાળા કે માવતરોને ફરાળ કરાવવા ઇચ્છતા હોય તો સંસ્થાના મુકેશ દોશી-૯૮રપ૦ ૭૭૭રપ તથા સુનીલ વોરા-૯૮રપર ૧૭૩ર૦ ઉપર સંપર્ક કરી શકે છે.

(11:43 am IST)