Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

મુસાફરોને લૂંટતી વાંકાનેરની રિક્ષાગેંગને કુવાડવા પોલીસે દબોચીઃ મોબાઇલ તથા છરા સાથે વાંકાનેરના સગીર સહિત પાંચને કુવાડવા પોલીસે પકડયા

રાજકોટઃ કુવાડવા પોલીસે કુવાડવા જીઆઇડીસી અમદાવાદ હાઇવે પરથી કોન્‍સ. કલ્‍પેન્‍દ્રસિંહ દિલીપસિંહ ઝાલાની બાતમી પરથી જીજે૩૬યુ-૪૦૭૫ નંબરની રિક્ષા સાથે એક સગીર તથા ચાર શખ્‍સો વિજય ચનાભાઇ ચાવડા (ઉ.૨૨-રહે. મીલ પ્‍લોટ વાંકાનેર, હંસાબેન ચાવડાના મકાનમાં), વિનોદ જમાલભાઇ સલાટ (ઉ.૨૦-રહે. ચોટીલા પહેલુ મફતીયુપરૂ), આશીફ ઉર્ફ આશીબડો સુલેમાનભાઇ શેખ (ઉ.૧૯-રહે. રાતીદેવડી તા. વાંકાનેર) અને કાર્તિક રાજેશભાઇ ઝાલા (ઉ.૧૯-રહે. વાંકાનેર કુંભારપરા)ને ઝડપી લઇ ૧૧ મોબાઇલ ફોન તથા એક છરો તથા રિક્ષા કબ્‍જે લીધા હતાં.

આ ટોળકી મુસાફરોને રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ-મોબાઇલ ફોન લૂંટી લેતી હોવાની બાતમી હતી. આ રીતે કબ્‍જે થયેલા મોબાઇલ લૂંટી લીધાનું જણાતું હોઇ પાંચેયની વિશેષ પુછતાછ થઇ રહી છે.

પોલીસ કમિશનર, જોઇન્‍ટ પોલીસ કમિશનર ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરી અને પીઆઇ આર.એમ. પરમારની સુચના હેઠળ પીએસઆઇ એમ. કે. ઝાલા, અજીતભાઇ લોખીલ, મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ ચાવડા, દેવેન્‍દ્રસિંહ જાડેજા તથા કલ્‍પેન્‍દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(10:47 am IST)