Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વીવીપી કોલેજના ઇલેકટ્રીકલ છાત્રોને સ્ટુડન્ટ યંગ ઇનોવેટર્સનો એવોર્ડ એનાયત

શિક્ષણમંત્રી ચુડાસમાં દ્વારા સર્ટીફીકેટ અને ઇનામ વિતરણ

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે પ્રો.અલ્પેશ આદેશરા, સૌરભ સોમલ, વિનિત પારેખ, દર્શક દઢાણીયા, નિરવ રાયકુંડલીયા, નિકુંજ ટીલાળા, જયેશભાઇ સંઘાણી સહિતના નજરે પડે છે.(તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૪ : પ્રતિદિન વીજળીની માગ ખૂબ જ ઝડપથી વધી રહી છે જેને પહોંચી વળવા માટે વીજળીના જનરેરશન ટ્રાન્સમીશન, ડીસ્ટ્રીબ્યુશન જેવા દરેક ક્ષેત્રમાં કાર્યક્રમ ઇજનેરોની માંગ વધી રહી છે વર્ષ ૧૯૯૬થી કાર્યરત વી.વી.પી.ઇજનેરી કોલેજના ઇલેકટ્રીકલ વિભાગ દ્વારા આજ સુધીમાં આશરે ર૦ જેટલી વિદ્યાર્થીઓની બેક પાસ થઇને સ્ટાફ નિર્માણના આ ભગીરથ કાર્યમાં પોતાની ફરજ બજાવી રહી છ.ે ઇલેકટ્રીકલ વિભાગના પોતાના કાર્યકાળથી જ પોતાની અવનવી સિદ્ધિઓ દ્વારા શુભ કાર્યમાં પોતાનો ફાળો હરહંમેશ નોંધાતો રહ્યો છે.

ર્સ્ટાઅપ અને ઇનોવેશનને વેગ મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા 'સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી' (એસ એસ આઇ) અંતર્ગત વિદ્યાર્થીને સહાય આપવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીમાં રહેલ આંતરિક શકિતનો વિકાસ થાય અને દર વર્ષે વિદ્યાર્થીઓને પોતાના નોંધપાત્ર દેખાવ બદલ એવોર્ડથી નવાજવામાં આવે છ.ે આવી સિદ્ધિ વી.વી.પી.કોલેજના ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગના ફાઇનલ સેમેસ્ટના વિદ્યાર્થીઓ સૌરભ સોમલ, વિનીત પારેખ દર્શક દઢાણીયા, નિરવ રાયકુંડલીયા અને નિકુંજ ટીલાળા દ્વારા પ્રાપ્ત કરેલ છે. સૌરાષ્ટ્રની તમામ એન્જીનીયરીંગ કોલેજમાંથી રાજકોટની વી.વી.પી.ના ઇલેકટ્રીકલ વિભાગના વિદ્યાર્થીઓના પ્રોજેકટની પસંદગીગુજરાત સરકાર દ્વારા થઇ છે, જે ગૌરવની બાબત છે. ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવો હોય તો વી.વી.પી.માં જ  ઇલેકટ્રીકલ એન્જીનીયરીના ઉપરોકત તમામ વિદ્યાર્થીઓએ વિભાગીય વડા ડો. ચિરાગ વિભાકરના પ્રોત્સાહન અને ડો. અલ્પેશ આદેશરાના માર્ગદર્શન નીચે ''એન્હાન્સીંગ ધ લાઇફ ઓફ ટ્રાન્સફોર્મર થ્રુ સ્માર્ટ ઇનબીલ્ટ મોડયુલ ફોર ઇન્સીપીયન્ટ ફોલ્ટ ડીટેકશન યુઝીંગ ગેસ એનલાઇઝર'' નામનો પ્રોજેકટ બનાવેલ.

આ પ્રોજેકટ વિશે માહિતી આપતા પ્રોજેકટના ગાઇડ ડો. અલ્પેશ આદેશરાએ જણાવેલ કે, સામાન્ય સ્થિતિમાં જયારે ટ્રાન્સફોર્મરમાંથી પાવર પસાર થાય છે ત્યારે તેમાં રહેલ ઓઇલ ગરમ થાય છે અને બહુ જ થોડા પ્રમાણમાં વિવિધ ગેસ ઉત્પન્ન થાય છે. પણ જયારે કોઇ ફોલ્ટ આવે છે ત્યારે ટ્રાન્સફોર્મરમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વીજપ્રવાહ વહે છે અને ફોલ્ટના પ્રકાર પ્રમાણે આ ગેસનો જથ્થો પણ વધે છે. માટે આ ગેસને માપવા માટે ટ્રાન્સફોર્મરની અંદર જ વિવિધ પ્રકારના ગેસ સેન્સર મુકેલ છે. જે સેન્સ કરીને તરત જ ચેતવણી આપે છે અને ટ્રાન્સફોર્મરને સર્કિટમાંથી દૂર કરે છે અને ટ્રાન્સફોર્મરની લાઇફ બચાવી શકાય છે. સમગ્ર પ્રક્રિયાનો કંટ્રોલ આરડયુનો કંટ્રોલ દ્વારા થાય છે.

પાવર સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરનું સ્થાન હૃદય સમાન ગણાય છે, કારણ કે, તેની કિંમત ખૂબ જ વધારે હોય છે. આમ, ટ્રાન્સફોર્મરને આ પ્રકારના ફોલ્ટથી બચાવીને આર્થિક બચતની સાથે પાવર સિસ્ટમની રીલાયેબીલીટી પણ વધારી શકાય છે.

આ પ્રોજેકટને પોતાના નોંધપાત્ર દેખાવ માટે ''સ્ટુડન્ટ ઇનોવેશન સ્ટાર્ટઅપ એન્ડ ઇકોસિસ્ટમ'' પર યોજાયેલ એસએસઆઇપી એન્યુઅલ કોન્ફરન્સમાં ''સ્ટુડન્ટ/યંગ ઇનોવેસ્ટર્સ'' શ્રેણી અંતર્ગત એન્ટર પ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા, ગાંધીનગર ખાતે ''એસએઆઇપી પ્રશંષા એવોર્ડ-ર૦૧૯'' મળેલ છે. રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અંજુ શર્મા (આઇએએસ), હાયર અને ટેકનીકલ એજયુકેશનના પ્રિન્સીપાલ સેક્રેટરી, અવંતિકા સિંઘ અને એઆઇસીટીઇના ચેરમેનની હાજરીમાં પ્રાપ્ત કરીને ઇલેકટ્રીકલ ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના વિભાગ તેમજ કોલેજનું ગૌરવ વધારેલ છે.

એવોર્ડ અંતર્ગત વિદ્યાર્થીઓએ સર્ટીફીકેટ ઉપરાંત રૂ. ૩૦,૦૦૦/- નું કેશ પ્રાઇઝ મેળવેલ છે. ઉપરાંત એસએસઆઇપી દ્વારા પ્રોજેકટ બનાવવા માટે રૂ. ૯,૦૦૦/-ની ગ્રાન્ટ મળેલ છે.

આ અદ્દભૂત સિદ્ધિ બદલ વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટ લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આચાર્યશ્રી ડો. જયેશભાઇ દેશકર, ઇલેકટ્રીકલ વિભાગના વિભાગીય વડા ડો. ચિરાગ વિભાકર ગૌસ્વામીની લાગણી અનુભવે છે. વિદ્યાર્થીઓની આ નોંધપાત્ર સિદ્ધિને બિરદાવેલ છે.

(4:05 pm IST)