Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

રસુલપરાના ઇમરાન ઉર્ફ ટીપુને તમંચા અને કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો

અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પકડાયો'તોઃ માથાકુટ ચાલતી હોઇ એક ભૈ્યા પાસેથી લીધાનું રટણઃ કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને ગિરીરાજસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૧૪: એસઓજીએ ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ પાસે રસુલપરામાં મસ્જીદ પાછળ રહેતાં ઇમરાન ઉર્ફ ટપુ રઝાકભાઇ શમા (ઉ.૨૬)ને ગુલાબનગર ફાટક પાસે સર્વિસ રોડ પરથી દેશી બનાવટના ૫ હજારના તમંચા અને રૂ. ૧૦૦ના જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો છે.

શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ટપોરીઓને ચેક કરવા અંગે મળેલી સુચના અંતર્ગત પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને ગિરીરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમી પરથી ઇમરાનને સકંજામાં લઇ તલાશી લેવામાં આવતાં નેફામાંથી તમંચો મળ્યો હતો. જેમાં એક જીવતો કાર્ટીસ પણ હોઇ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ શખ્સ અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પકડાયો હતો. હાલમાં વેલ્ડીંગ કામની મજૂરી કરે છે. પોતાને જુની અદાવત ચાલતી હોઇ એક ભૈયા પાસેથી આ તમંચો લીધાનું તેણે રટણ કર્યુ છે. સાચી માહિતી મેળવવા રિમાન્ડ માટે તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્સ. મનરૂપગીરી, ધર્મેન્દ્રસિંહ રાણા, જયંતિગીરી, નિખીલભાઇ, અનિલસિંહ, બ્રિજરાજસિંહ, ચેતનસિંહ, યુવરાજસિંહ, કૃષ્ણસિંહ તથા ગિરીરાજસિંહ જાડેજા અને ઝાલાએ આ કામગીરી કરી હતી.

(11:49 am IST)