Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રાજકોટની ભાગોળે તોફાની પવન સાથે મોડી સાંજે વરસાદ તૂટી પડ્યો

રાજકોટની ભાગોળે રાજકોટ-કાલાવડ-જામનગર હાઈવે ઉપર આવેલ ખીરસરા આસપાસના વિસ્તારોમાં આજે મોડી સાંજે ૫.૩૦ આસપાસ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો છે. રાજકોટ ઉપર પણ બપોર પછી વાદળોનું જોર છવાયું છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૮મી તારીખે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી થઈ છે.

(6:10 pm IST)
  • રાજકોટમાં ૪૧ ડિગ્રી : તાપ સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફુંકાઇ રહયા છે બે-ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડા બાદ આજે થોડો વધારો થયો છે. access_time 3:36 pm IST

  • પોરબંદરમાં આજે 20 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો હોવાનું જાણવા મળે છે access_time 10:03 pm IST

  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST