Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા. ૧૪ :.. ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટના ગુનામાં આરોપી બીપીનભાઇ હરીભાઇ અઢીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ અદાલતે કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી ટી. જે. ત્રિવેદી સીનીયર ડ્રગ્સ ઇન્સ્પેકટર (આઇબી) દ્વારા કોર્ટ સમક્ષ તા. ર૩-૬-૧૯૮૮ ના રોજ આરોપી વિરૂધ્ધ ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટની કલમ-૧૮ (સી), ૧૮(એ) (૧), તથા ૧૮ (એ) તેમજ કલમ-ર૭ હેઠળ કોર્ટમાં ફરીયદા કરેલ છે. જે ફરીયાદમાં આરોપી પાસેથી પ્રિડનીસોલોન તથા ટ્રાયમીથોપ્રીમ અને ખાલી જીલેટીન કેપ્સ્યુલોનો તથા ટેબ્લેટનો જથ્થો આશરે નંગ-૧૯,૪૦૦ નો સીઝ કરવામાં આવેલ. જે આધારે આરોપી પર ફરીયાદ કરવામાં આવેલ જે ફરીયાદ પરથી આરોપી પર પ્રોસેસ ઇસ્યુ કરી સમન્સ કાઢવામાં આવેલ. જેમાં આરોપી હાજર થતા કોર્ટ દ્વારા ચાર્જ  કરવામાં આવેલ.

આ કામમાં પ્રોસીકયુશન તરફે ૪ સાહેદો તપાસવામાં આવેલ. જેમાં ફરીયાદી જાતે પંચો તથા અન્ય સાહેદો વિભોસી ફાર્મસી તથા રૂચી ફાર્મા સ્યુટીકલ્સ વિગેરેની જુબાનીઓ તથા વિગેરે દસ્તાવેજી પુરાવાઓ આરોપી વિરૂધ્ધના હોય જેથી આરોપીને સજા પાત્ર ગુનો કરેલ તેવું ઠરાવવા અમો ફરીયાદીએ દલીલ કરી હતી.

આરોપી તરફે વકીલ શ્રી રાકેશભાઇ દોશીએ એવી દલીલ કરેલ કે, આ કામમાં પ્રોસીકયુસશને પોતાનો કેસ સાબિત કરવાનો હોય છે. તે મુજબ આ કામમાં ફરીયાદીએ એવીડેન્સ એકટની કલમ-૧૮ તથા પ૮ મુજબ ઉપરોકત તેમની ઉલટ તપાસમાં તેમને સ્થળ પર કોઇ ટેબ્લેટનો પાવડર કે કોઇ મશીન મળેલ નથી. તેમજ ટેબ્લેટ ઇમ્પોસ કરવા માટે કોઇ ડાઇ મળેલ નથી. જે પરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે આ કામના આરોપીઓ કોઇ બનાવટી ડ્રગ્સ બતાવેલ નથી.

બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ કે, આ કામે જે દવા કબજે કરવામાં આવેલ તે દવા ડોકટરે કોઇને પ્રીસ્ક્રાઇબ કરેલ હોય કે તે દવાનો માર્કેટમાં વેંચાણ થયેલ હોય તે અંગે તેઓએ તપાસ કરેલ નથી. જેથી જેનોલાભ આરોપીને મળે. તેમજ તપાસવામાં આવેલ પંચની જુબાની પંચનામાની વિગતે સાબીત થતું નથી. તેમજ અન્ય સાહેદોની જૂબાની તથા પુરાવાઓથી કેસ સાબીત થતો ન હોય જેથી આ કામના આરોપી વિરૂધ્ધ ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટની કલમ-૧૮ (સી), ૧૮ (એ) (૧), તથા ૧૮ (એ) તેમજ કલમ-ર૭ શિક્ષાપાત્ર ગુનાના ત્હોમતનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનોહુકમ કરવામાં આવે છે.

આ કામના આરોપી બીપીનભાઇ હરીદાસભાઇ અઢીયા વતી વિદ્વાન ધારાશાસ્ત્રી રાકેશભાઇ ડી. દોશી, સુરેશભાઇ ફળદુ, રાજેશભાઇ ધ્રુવ, પૂર્વીબેન ગાંધી તથા ગૌતમ એમ.ગાંધી રોકાયેલ હતાં.

(3:55 pm IST)