Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

૪ અન્ડરબ્રીજના ૪૪ મિલિયન લી. પાણીનો ભૂ-તળ સંગ્રહ થશે

મહિલા કોલેજ, લક્ષ્મીનગર, એસ્ટ્રોન ચોક, ઇન્દ્રપ્રસ્થનગરના અન્ડરબ્રીજમાં બોર રિચાર્જની યોજનાઃ સ્વીસ એજન્સી ૨૫ લાખના ખર્ચે પ્રોજેકટ કાર્યાન્વીત કરી દેશે : મેયર ડો. જૈમન ઉપાધ્યાયની જાહેરાત

રાજકોટ તા. ૧૪ : શહેરના ૪ અન્ડરબ્રીજમાં ચોમાસા દરમિયાન ભરાઇ રહેતા પાણીનો જમીનમાં ઉતારીને તેનો ભૂતળમાં સંગ્રહ કરવાની યોજના સ્વીસ એજન્સીનાં સહયોગથી મ્યુ. કોર્પોરેશન દ્વારા રૂ. ૨૫ લાખના ખર્ચે સાકાર થશે.

આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો. ઓપરેશન (SDC) દ્વારા ફન્ડેડ કેપેસીટી બિલ્ડીંગ ફોર લો કાર્બન એન્ડ કલાઈમેટ રેસિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (CapaCITIES) પ્રોજેકટ અંતર્ગત રાજકોટમાં ફલડ મીટીગેશન તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે સ્ટડી કરવામાં આવેલ.

રાજકોટ વોટર સ્કેર્સ રીજનમાં આવેલ હોઈ. શહેરમાં વોટર સપ્લાય કરવા માટે પાણીના  સ્ત્રોત જેમકે ડેમ અને રીઝર્વોયરની કેપેસીટી માં વધારો કરવો અને તેનું જતન કરવું તથા નર્મદા કેનાલનું પાણી પ્રજા સુધી પહોચાડવા જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવેલ છે. આમ છતાં અમુક ઋતુ દરમ્યાન પુજાને પાણીની તંગીનો સામનો કરવો પડે છે. આ પ્રોબ્લેમને ધ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકા રેઈન વોટર હાવર્િેસ્ટંગ તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ દ્વારા પાણીની તંગી તથા અમુક વિસ્તારમાં થતા ફલ્ડીંગના ઇસ્યુના નિરાકરણ માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.

રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોકે જયાં ચોમાસા દરમ્યાન ફલ્ડીંગના ઇસ્યુ થાય છે તેવા સ્થળો શોધી તેની ડીટેઈલ સ્ટડી કરવામાં આવેલ. આ સ્થળો નોઇ સ્ટડી તથા ત્યાના પ્રોબ્લેમને જાણવા માટે ત્યાના લોકલ લોકો, વિવિધ રેસીડેન્સીયલ સોસાયટીના આગેવાનોની મદદ લેવામાં આવી હતી તથા ૨૦ કિટીકેલ લોકેશનને મેપ પર માર્ક કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સ્થળોના ટોપોલોજીકલ એલીવેશન. વોટરશેડ બેસીન તથા સબ.બેસીનની સ્ટડી કરવામાં આવી હતી. આ ૨૦ લોકેશન માંથી ૫ લોકેશન શોધવામાં આવી હતી જયાં ફલ્ડીંગના ઇસ્યુ વારંવાર થાય છે તથા તે સ્થળો પર ગ્રાઉન્ડ વોટરના રીચાર્જ માટે પોટેન્સીયલ છે. જેના અમલીકરણ દ્વારા આ સ્થળો પર ફલ્ડીંગના ઇસ્યુનું નિરાકરણ તથા આ એરિયાનું ગ્રાઉન્ડ વોટર ટેબલ પણ ઉપર લાવી શકાય તેમ છે. આ વિસ્તારમાં એસ્ટ્રોન ચોક, લક્ષ્મીનગર અંડરપાસ, ઇન્દ્રપ્રસ્થ નગર અંડર પાસ, મહિલા કોલેજ અંડર પાસનો સમાવેશ થાય છે.

લક્ષ્મીનગર અન્ડરપાસ

લક્ષ્મીનગર અન્ડર પાસ વિસ્તારમાં વરસાદી પાણી રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ દ્વારા જમીનમાં ઉતારવા માટેની રજુઆત કરેલ છે. જેનો કેચમેન્ટ એરિયા ૫ થી ૬ હેકટર છે જેના દ્વારા વાષિક ૩ થી ૪ મિલિયન લીટર પાણી જમીન માં રીચાર્જ કરવાનો અંદાજ છે.

એસ્ટ્રોન ચોક અન્ડરપાસ

એસ્ટ્રોન ચોકમાં આવેલ પાર્કમાં ગ્રાઉન્ડ વોટર રીચાર્જ (બોરવેલ દ્વારા) સિસ્ટમની રજૂઆત કરવામાં આવેલ છે. જેનો કેચમેન્ટ એરિયા ૮ થી ૧૦ હેકટર છે જેના દ્વારા વાર્ષિક ૧૦ થી ૧૨ મિલિયન લીટર પાણી જમીન માં રીચાર્જ કરવાનો પોટેન્સીયલ છે. આ ઉપરાંત નાલા પાસે પેરાપીટ દીવાલ દુર કરી ત્યાં ૧૦ સે.મી.ના અંતરાલ પર વર્ટીકલ પાઈપ મુકવા પણ રજૂઆત કરેલ છે. જે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે મદદરૂપ થશે.

કાલાવડ રોડ અન્ડરપાસ

કાલાવડ રોડ અન્ડરપાસ ચોમાસા દરમ્યાન આ એરીયામાં જમા થતું વરસાદી પાણી, રોડના ડીવાઈડર પાસે અન્ડરપાસ ની બને બાજુએ રીચાર્જ વેલ બનાવી જમીનમાં ઉતારી શકાય તેમ છે. આ અંડરપાસ પાસેની બંને બાજુએ પાઇલોટ લેવલે ચાર બોરવેલ બનાવી રેઈન વોટર રીચાર્જ કરવા માટેની રજુવાત કરેલ છે, જેનો કેચમેન્ટ એરિયા ૧૨ થી ૧૫ હેકટર છે જેના દ્વારા વાર્ષિક ૧૦ થી ૨૦ મિલિયન લીટર પાણી જમીનમાં રીચાર્જ કરવાનો અંદાજ છે.

ઇન્દ્રપ્રસ્થનગર અન્ડરપાસ

ઇન્દ્રપ્રસ્થનગર અન્ડરપાસ વિસ્તારમાં વરસાદી પાણી રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ દ્વારા જમીનમાં ઉતારવા માટેની રજુવાત  કરેલ છે, જેના કેચમેન્ટ એરિયા ૫ થી ૬ હેકટર છે, જેના દ્વારા વાર્ષિક ૬ થી ૮ મીલીયન લીટર પાણી જમીનમાં રીચાર્જ કરવાનો અંદાજ છે.

સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો. ઓપરેશન (SDC) દ્વારા ફન્ડેડ કેપેસીટી બિલ્ડીંગ ફોર લો કાર્બન એન્ડ કલાઈમેટ રેસિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (CapaCITIES) પ્રોજેકટ અંતર્ગત રાજકોટમાં ફલડ મીટીગેશન તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે સ્ટડી કરવામાં આવેલ.  આ પાંચેય જગ્યાએ રેઈનવોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ બનાવવા તમામ ખર્ચ સ્વીસ એજન્સી દ્વારા કરવામાં આવશે.(૨૧.૩૧)

(4:24 pm IST)