Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

રાજકોટની ભાગોળે ૧૦.૨૬ લાખનો દારૂનો જથ્થો પકડાયો

મોરબી રોડ પર કટીંગ થતુ'તુ ને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કે.કે. જાડેજાની ટુકડી ત્રાટકીઃ બે કાર અને ત્રણ બાઈક સહિત ૧૯ લાખના મુદામાલ સાથે ઈમરાન બેલીમની ધરપકડ

 

તસ્વીરમાં દારૂના જથ્થા પકડાયેલો ઈમરાન બેલીમ અને બાજુમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે.કે. જાડેજા સહિતનો સ્ટાફ અને દારૂના જથ્થા સાથે પકડેલી ઈકો અને બોલેરો નજરે પડે છે .

રાજકોટ, તા. ૧૪ :. શહેરની ભાગોળે મોરબી રોડ પર રોણકીના પાટીયા પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે ૧૦.૨૬ લાખના દારૂના જથ્થા સાથે મુસ્લિમ શખ્સને દબોચી લીધા હતા. દારૂના જંગી જથ્થાનું કટીંગ થતુ હતુ ત્યારે જ ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકી હતી. બે કાર અને ત્રણ બાઈક સહિત કુલ ૧૯ લાખનો મુદમાલ કબ્જે કરાયો છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા સંયુકત પોલીસ કમિશ્નર ડી.એસ. ભટ્ટ તથા એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયાએ પ્રોહીબીશન અંગે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ તે અન્વયે પો. ઈન્સ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ડીસીબી પો.સ્ટે.ના પો. સબ ઈન્સ. કે.કે. જાડેજા, પો. હેડ કોન્સ. સિદ્ધરાજસિંહ ચુડાસમા, પો. હેડ કોન્સ. રાજેશભાઈ બાળા, પો. કોન્સ. સિદ્ધરાજસિંહ જાડેજા, પો. કોન્સ. રઘુવિરસિંહ વાળા, પો. કોન્સ. વિરદેવસિંહ જાડેજા તથા પો. કોન્સ. ડાયાભાઈ બાવળીયા વિગેરેનાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ. રાજેશભાઈ બાળા તથા પો. કોન્સ. રઘુવીરસિંહ વાળા તથા પો. કોન્સ. સિદ્ધરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે માધાપર ચોકડીથી મોરબી રોડ પર રોણકી ગામના પાટીયા પછી ક્રિષ્ના વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટનું રોડ ઉપર બોર્ડ લગાવેલ છે ત્યાંથી ખેતરમાં ગાડા માર્ગ જાય છે તે રસ્તે નદી કાંઠે આવેલ ખાલી ખેતરમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ ચાલુ છે જેથી રેડ કરતા આરોપી ઈમરાન ગુલાબભાઈ બેલીમ જાતે મુસ્લીમ ઉ.વ.૩૩ ધંધો ઈંડાની રેકડી રહે. જંગલેશ્વર પટેલ સોસાયટી શેરી નં. ૪ આસીફ આદમભાઈ સમાના મકાનમાં રાજકોટવાળાને પકડી પાડી તેની પાસેથી ઈંગ્લીશ દારૂનું કટીંગ કરતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૩૪૨૦ જેની કુલ રૂ. ૧૦,૨૬,૦૦, મહેન્દ્ર બોલેરો એફ.બી. રજીસ્ટ્રેશન નંબર જોતા જીજે ૦૩બીવી ૩૨૯૫ જેની કિં. રૂ. ૫,૫૦,૦૦૦, મારૂતિ કંપની ઈકો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જીજે ૦૩ જેસી ૪૩૧૩ જેની કિં. રૂ. ૨૫,૦૦૦, હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. કાળા કલરનું જેના રજીસ્ટ્રેસન નંબર જીજે ૩ એફસી ૯૪૫૫ જેની કિં. રૂ. ૨૫,૦૦૦, હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. કાળા કલરનુ જેના રજીસ્ટ્રેશન નં. જીજે ૦૩ જેકયુ ૧૭૯૭ જેની કિં. રૂ. ૨૫,૦૦૦  તથા એકટીવા મોટર સાયકલ એચ.ઈ.ટી. ગ્રે કલરનું જેના રજીસ્ટ્રેશન નંબર જોતા જીજે ૦૩ જે
એમ ૮૯૨૯ મળી આવેલ જેની કિં. રૂ. ૩૦,૦૦૦ એમ કુલ રૂ. ૧૯,૦૬,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડેલ આ કેસની આગળની તપાસ પો.સબ ઈન્સ. કે.કે. જાડેજા ચલાવી રહેલ છે.

(4:22 pm IST)