Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

રિક્ષાના મીટરમાં કેલિબ્રેશનના રૂ. ૧૦૦ને બદલે ૭૦૦ લેવાય છે

રિક્ષાના ભાડામાં ફેરફાર થાય ત્યારે ફરજિયાત કેલિબ્રેશન કરાવવું પડે છે

રાજકોટ, તા.૧૪: આઙ્ખટોરિક્ષાનાં ભાડાંમાં વધ-દ્યટ થાય ત્યારે મીટરમાં કેલીબ્રેશન એટલે કે નવાં ભાડાંના દર મુસાફરો જોઈ શકે તે રીતનો ફેરફાર કરાવવો ફરજિયાત છે. આ માટે તોલમાપની વાર્ષિક સર્ટિફિકેટ ફી ૧૦૦ રૂપિયા છે, પરંતુ મીટર ડિલરો બદલે ૭૦૦-૮૦૦ વસૂલતા હોવાની ફરિયાદ અમદાવાદ આઙ્ખટોરિક્ષા ચાલક સંદ્યર્ષ સમિતિની પ્રમુખ રાજુ શિર્કેએ વાહન વ્યવહાર કમિશનરને કરી છે. શિર્કેના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ૭દ્મક ૮ આઙ્ખટોરિક્ષાના ડિજિટલ મીટરના ડિલર છે. આ મીટર લગાવવું, એ સરકારનો પાઇલોટ પ્રોજેકટ છે પણ મીટરની કિંમત રૂ. ૪૦૦૦ અને જૂના ફ્લેગ મીટર એક વાર લગાવ્યા બાદ જીવનભર ખર્ચો થતો નહોતો. નવા મીટરમાં વારંવાર કેલીબ્રેશન કરાવવું પડતું હોવાથી ઇમાનદાર આઙ્ખટોચાલકનો ખર્ચ વધી જાય છે. ૫ એપ્રિલે ભાડું વધારાયું હતું. પહેલાં ૧૨૦૦ મીટરના મિનિમમ ૧૨ રૂપિય તેમજ તે પછી ૧ કિમીના ૮ રૂપિયા લેખે મુસાફર પાસે ભાડું લેવાતું હતું, જે હાલમાં મિનિમમ ભાડું ૧૨ રૂપિયાથી વધીને ૧૫ રૂપિયા તેમજ તે બાદ કિમી દીઠ ભાડું ૮દ્મક વધીને ૧૦ રૂપિયા કરાયું છે. આ અંગે તોલમાપ વિભાગમાં પણ ફરિયાદ કરાયા બાદ પણ કોઈ પગલાં લેવાતાં નથી અને ડિલરો આઙ્ખટોચાલકોને મીટરદીઠ ૧૦૦ રૂપિયા ફી સિવાય અન્ય નક્કી રકમ તોલમાપ અધિકારીઓને આપવી પડે છે, તેમ કહી ૭૦૦-૮૦૦ રૂપિયા પડાવે છે.

(4:20 pm IST)