Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

બુધવારથી અધિક પુરૂષોતમ માસનો પ્રારંભ

રાજકોટ તા. ૧૪ : પવિત્ર પુરૂષોતમ માસનો આગામી તા. ૧૬ ના બુધવારથી   પ્રારંભ થઇ રહ્યો છે. જાણીતા જયોતિષાચાર્ય ભાગવતાચાર્ય પાટડીવાળા પં. નરેન્દ્રભાઇ શુકલની યાદીમાં જણાવ્યા મુજબ શુકલ પક્ષમાં ચોથનો ક્ષય છે. કૃષ્ણ પક્ષમાં બે પાંચમ છે. તા. ૩ અને ૪ જુન. વદ ચૌદશનો ક્ષય છે. પંચાગ મુજબ કુલ ૨૯ દિવસનો મહીનો છે.

અધિક મહીનો વ્રત-તપ-ધર્મપૂણ્ય કાર્યનો મહિમા ગણાય છે.

તા. ૨૫ ના શુક્રવારે કમલા પદ્દમીની એકાદશી અને તા. ૨૬ ના શનિવારે દ્વાદશી વ્રત છે. તે જ દિવસે વ્યાતિપાત યોગ પણ છે.

પૂનમ તા. ૨૯ ના મંગળવારે છે. વદી પાંચમ વૃધ્ધિતિથિ છે. વદી છઠ્ઠ મંગળવારે વૈધૃતિ યોગ છે. વદી ૧૧ તા. ૧૦ જુનના રવિવારે છે. તા. ૯ જુનના મંગળવારે વદી ૧૦ રાત્રે ૧૧.૧૦ વાગ્યે પૂરી થાય છે.

તા. ૯ જુનથી ૧૩ જુન વદી અમાસ બુધવાર સુધી શાસ્ત્રોકત રીતે કરી શકાય છે. તેમ પં. નરેન્દ્રભાઇ શુકલ (મો.૮૪૦૧૯ ૭૦૫૪૧) છે.

(4:19 pm IST)