Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

વોર્ડ નં.૯માં રાધીકા પાર્કમાં મેટલીંગ કામનો પ્રારંભ

રાજકોટઃ અહીંના વોર્ડનં.૯માં આવેલ રાધીકા પાર્કમાં મેટલીંગ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ મારૂના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા, મહામંત્રી આશીષ ભટ્ટ, કમલેશ શર્મા, યુવા મોરચા શહેર મંત્રી કુલદીપસિંહ જાડેજા, મહીલા મોરચા શહેર મંત્રી દક્ષાબેન વસાણી, જીતુભાઈ કોટાડીયા, વિજય આહીર, અરવિંદ પરમાર, હિરેન શાપરીયા, રાજુ વાઢેર, સતીષ વાઘાણી, સંજય ભાલોડીયા, કિશોરસિંહ જાડેજા, અમુ કુકડીયા, સંદીપ જીવરાજાની, કાનાભાઈ ભરવાડ સહીત ભાજપના આગેવાનો તેમજ સોસાયટીના ભરતભાઈ ભાલોડીયા, બટુકસિંહ જાડેજા, ભુપતભાઈ ટાંક, ધીરૂભાઈ પટેલ, કલ્પેશ શેઠ, દિલીપભાઈ સંચાણીયા, મંજુલાબેન પટેલ, પ્રફુલાબા જાડેજાા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)