Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

માધાપર ચોકડી વિસ્તારની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાની વંચિતઃ લોકો ત્રાહીમામ

રાજકોટ : શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડી આસપાસના મેરી ગોલ્ડ, દ્વારીકા, મેરી ગોલ્ડ એવન્યુ-૧ અને ર તથા જાગૃતિ પાર્ક સહિતના વિસ્તારમાં પાણી, ગટર, તથા લાઇટની સુવિધા આપવા લતાવાસીઓ દ્વારા રૂડા અને કલેકટર કચેરીમાં  કરવામાં આવી છે. આ અંગે વિસ્તારવાસીઓએ જણાવ્યુ હતું કે, આ વિસ્તારની સોસાયટીના કુલ ૩૦૦ ફલેટ છે. અને આશરે ર૦૦૦ માણસોનાં વસવાટ છે. પાણી, લાઇટ, ગટર સહિતની સમસ્યા માટે અવારનવાર માધાપર ગ્રામ પંચાયત ત્થા રૂડા ત્થા તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રશ્નો   ઉકેલાયો નથી. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા આજે કલેકટર કચેરી અને રૂડા કચેરીમાં સંબંધીત વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.  તેમ લતાવાસીઓએ અકિલા કાર્યાલય ખાતે મુલાકાત વેળાએ જણાવ્યું હતું. ઉપરોકત તસ્વીરમાં લતાવાસીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:56 pm IST)