Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોનાગ્રસ્તને હુંફ જરૂરી, સોશ્યલ મીડિયાથી હકારાત્મકતા વધારીએ

ખૂબ સમજણથી સરકારી અપીલ માનીએઃ સંજય હિરાણી

રાજકોટ તા. ૧૪: શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ કુવાડવા રોડના પ્રમુખ સંજય હિરાણીએ કોરોના કપરા કાળમાં ખૂબ સમજથી વર્તવા સૌને અપીલ કરી છે.

સંજય હિરાણીએ જણાવ્યું છે કે હાલની મહામારીની વિકટ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓ અને એના સ્વજનોને હિંમતની જરૂર હોય છે. આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહિં. દર્દીઓ માટે શકય તેટલા ઉપયોગી થઇએ તે આપણી ફરજ છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કોરોનાને લગતી નકારાત્મક વાર્તા ફેલાવવાના બદલે હકારાત્મક બાબતોના પ્રચાર માટે કરવો જોઇએ. સાજા થયેલા દર્દીઓના અનુભવો જાહેર કરવા જોઇએ. રાત દિવસ જોયા વગર ઝઝુમતા કોરોના યોધ્ધાઓને બીરદાવવા જોઇએ. સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક, સેનીટાઇઝેશન વગેરે સરકારની સૂચનાનું પાલન કરવું જોઇએ. ૪પ વર્ષથી ઉપરના લોકોએ રસી અવશ્ય મૂકાવવી જોઇએ લોકોમાંથી કોરોનાનો ભય દૂર કરવા સહીયારો પુરૂષાર્થ જરૂરી છે.

(3:53 pm IST)