Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઓમ રેસીડન્સી અને આલાપ એવન્યુ બન્ને સોસાયટીમાં કોરોનાનો રાફડો ફાટયોઃ ઓમમાં ૧૫ કેસ તો આલાપમાં ૯૦ જેટલા કેસોથી ફફડાટઃ લોકો ટેસ્ટીંગ ખાસ કરાવે

રૈયા રોડ પર આવેલ ઓમ રેસીડન્સીમાં કોરોનાનો રાફડો ફાટયો છેઃ અહીં કલેકટર કચેરીનો અનેક સ્ટાફ રહે છેઃ આ સ્ટાફ અને તેમનો પરિવાર ઝપટેઃ આ ઉપરાંત અનેક લોકો પણ શંકાસ્પદ હોવાનુ તારણઃ આલાપ એવન્યુમાં તો અધધધ ૮૦ થી ૯૦ કેસઃ મોટાભાગના હોમ કોરોન્ટાઈનઃ બન્ને સોસાયટીના આગેવાનોની અપીલઃ રહેવાસીઓ ખાસ ટેસ્ટીંગ કરાવે

(3:42 pm IST)
  • સુરત શહેર જિલ્લામાં આજે બપોર સુધીમાં : નવા ૪૨૭ કેસ નોંધાયા જેમાં સુરત શહેરના ૩૪૨ અને જિલ્લાના ૮૫ access_time 1:17 pm IST

  • કુંભ મેળો ચાલુ રાખવો કે બંધ? મીટીંગનો ધમધમાટ : હરિદ્વારમાં ચાલી રહેલ કુંભમેળામાં સંખ્યાબંધ ભાવિકોને કોરોના વળગતા કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ સરકાર વચ્ચે કુંભ મેળો ચાલુ રાખવો કે બંધ કરવો તે અંગે ઘનિષ્ઠ ચર્ચા - વિચારણા આ લખાય છે ત્યારે ચાલી રહી છે : મોડી સાંજ સુધીમાં કુંભ મેળા અંગેનો અંતિમ નિર્ણય લેવાઈ જશે તેમ જાણવા મળે છે access_time 5:07 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થગિત કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગ : ચૂંટણી આયોગને લખ્યો પત્ર : કોરોનાએ હાહાકાર મચાવ્યો : અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ : લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ :લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું -કોરોના બેકાબુ છે,હજારો પરિવારો ઝપટે ચડ્યા છે,સ્મશાનમાં લાશોના ઢગલા છે,ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે access_time 1:13 am IST