Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

દેવપરાના શ્રમશ્રધ્ધા ચોકમાં ૧૪ વર્ષના ટેણીયાએ પાણી ન આપતાં સ્કૂટી ચાલકે માર મારી છરી ઉગામી!

રાજકોટઃ કોઠારીયા રોડ પર દેવપરા મેઇન રોડ શ્રમશ્રધ્ધા ચોકમાં કાવેરી એપાર્ટમેન્ટ પાસે જંગલેશ્વર મેઇન રોડ ચિશ્તીયા ચોકમાં રહેતો રૂહાન સાજીદભાઇ કડીવાર (ઉ.૧૪) ઉભો હતો ત્યારે જીજે૩સીએમ-૬૬૧૦ નંબરના સ્કૂટી પર આવેલા શખ્સે તેની પાસે પાણીની બોટલ માંગતા રૂહાને ન આપતાં એ શખ્સે તેને ગાળો ભાંડી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ છરી કાઢી હુમલો કરવા પ્રયાસ કરતાં રૂહાન દૂર ખસી જતાં બચી ગયો હતો. આ બનાવ અંગે ભકિતનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમારે રૂહાનના પિતા સાજીદભાઇ સીદીકભાઇ કડીવાર (ઉ.૪૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:35 pm IST)