Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ર૯મીએ ઓપન સૌરાષ્ટ્ર ચેસ ટુર્નામેન્ટ

ડાયનેમીક ચેસ એકેડેમી-રાજકોટ દ્વારા આયોજનઃ અન્ડર-૯, ૧૩,૧૭ ત્રણ કેટેગરીમાં રમાશેઃ વિજેતાઓને ઇનામોની વણઝાર

રાજકોટ તા. ૧૪ : બુધ્ધિમત્તામાં જેની શ્રેષ્ઠ ગણના થાય છે તેવી રમત 'ચેસ', ડાયનેમીક ચેસ એકેડેમી-રાજકોટ, જેનું રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ચેસ કોચિંગ ક્ષેત્રમાં નામ છે તેવી રજીસ્ટર્ડ સંસ્થા દ્વારા ફકત બાળકો માટે જ કુલ ત્રણ કેટેગરીમાં ઓપત સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામૈન્ટનું આયોજન કરવામાં આવેલ છે જે આગામી તા.ર૯ને રવિવારના રોજ સવારના ૮ કલાકે, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ-કોટેચા ચોક પાસે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

બાળકોમાં સર્વાગી વિકાસ અને પારસ્પરીક ભાઇચારાની લાગણી જન્મે અને વેકેશનમાં પણ બાળકોને 'ચેસ ટુર્નામેન્ટ' રમવાનો લ્હાવો મળે તેવા શુભ હેતુથી આ ચેસ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહેલ છે આ ટુર્નામેન્ટ અન્ડર-૯, થી અન્ડર-૧૩ અન્ડર-૧૭ એમ કુલ ત્રણ કેટેગરીમાંં રમાડવામાંઆવશે. દરેક કેટેગરીમાં પ્રથમ ૧ થી ૧૦ નંબરે આવેલ ખેલાડીઓને આકર્ષક શિલ્ડ, તેમજ અન્ડર-૧૩ અને અન્ડર -૧૭માં રમેલ લેડઝિમાં પ્રથમ ૧ થી ૩ નંબરે આવેલ ખેલાડીને પણ શિલ્ડ આપી નવાજવામાં આવશે. ભાગ લેનાર દરેક ખેલાડીઓને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે, તેમજ રવિવારે બપોરના ભોજનની વ્યવસ્થા આયોજક દ્વારા કરવામાં આવેલ  છે.

એન્ટ્રીફોર્મ ભરીને તા. ર૭ સુધીમાં સોમથી શુક્ર સાંજે ૪ થી ૭ દરમ્યાન જમા કરાવવાનું રહેશે જેનું 'ડાયનેમીક ચસ એકેડેમી', શારદા નિવાસ-૩, સમર્પણ સોસાયટી, ન્યુએરા સ્કુલ પાસે, રૈયા રોડ, રાજકોટ છે. વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા મો.નં. ૯૯રપર ૪૮રપ૧, જય ડોડીયા-વોટસએપ નં. ૯ર૭૬૮ ૩પ૧૧૪, મિતેષભાઇ મો.નં. ૯૧૭૩૬ ૦૧૮૯૦ તથા મનિષ પરમાર મો.નં. ૯૮રપ૧ ૧રરર૯ નો સંપર્ક સાધવો,

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ડાયનેમિક ચેસ એકેડેમીના મનિષ પરમાર, કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઇ ડોડીયા, મિતેષભાઇ બોરખતરીયા, પરિનભાઇ પટેલ, ચેતનભાઇ કામદાર, પિયુષભાઇ જેઠવા, વિપુલભાઇ મકવાણા, હાર્દિકભાઇ પંડયા, નિમીષભાઇ પરિખ તથા ધવલભાઇ સતત જહેમત ઉઠાવી રહેલ છે

આ ટુર્નામેન્ટના ચીફ આર્બિટર યુવા આર્બિટર-જય ડોડીયા સેવા પ્રદાન કરશે. તસ્વરીમાં સર્વશ્રી મનિષ પરમાર, કિશોરસિંહ જઠવા, એ.જી.પરમાર, હર્ષદભાઇ ડોડીયા, પરીથભાઇ પટેલ અને ચેતનભાઇ કામદાર નજરે પડે છ.ે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૬.૨૪)

(4:03 pm IST)