Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

દુષ્‍કર્મના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજીને સેસન્‍સ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૧૪: દુષ્‍કર્મના ગુન્‍હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૩-૪-રર ના રોજ કુવાડવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ ગામના સ્‍મશાન પાસે સગીર વયની બાળકી ઉપર દુષ્‍કર્મની ઘટના બનેલ હતી તે ગુન્‍હામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાં રહેલ આરોપીઓ સામે પુરાવો એકત્રીત કરી ચાર્જશીટ દાખલ કરેલ અને કેસ અદાલતમાં શરૂ થતા આરોપી કિશન જેરામભાઇ દાદુકીયા એ જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે. આવા ગુન્‍હામાં આરોપીને જામીન આપવા જોઇએ નહિં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે આરોપી કિશન દાદુકીયાની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:26 pm IST)