Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

પ્રમોદે વિનોદના હાથ, અનિલે પગ પકડયા ને રાજારામ તથા દિનેશે વાયરથી ગળાટૂંપો દઇ પતાવી દીધો'તો

હિરાસર એરપોર્ટ પાસે થયેલી હત્‍યામાં ફરિયાદી જ મુખ્‍ય આરોપી નીકળ્‍યો! : હત્‍યા બાદ લાશને પાણીની ખાણમાં નાંખી દીધી હતીઃ એરપોર્ટ પોલીસે ભેદભરમ ભરેલી ઘટનામાં ભેદ ઉકેલ્‍યો

રાજકોટ,તા. ૧૪ : હીરાસર એરપોર્ટ એરિયા પાસે જૂની બેલાની ખાણ પાસે યુપીના યુવાનની હત્‍યામાં ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર શખ્‍સોને પકડી લીધો હતો. આ બનાવમાં ફરિયાદી જ મુખ્‍ય આરોપી નીકળ્‍યો હોવાનું અને અનૈતીક સંબંધની શંકા અને મોબાઇલ પરત ન આપતા ચારેય શખ્‍સોએ યુવાનને પકડી વાયરથી ગળેટૂપો દઇ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ખુલ્‍યુ હતું.

મળતી વિગત મુજબ હિરાસર એરપોર્ટ એરીયા અંદર ઘાર ઉપર જુની બેલાની ખાણ પાસેથી એક પરપ્રાંતિય યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા એરપોર્ટ પોલીસે તપાસ કરતા મૃતક યુવાન મુળ યુપીનો વિનોદ મનીચંદ ખરવાર (ઉવ.૩૮) હોવાનું જાણવા મળતા ફોરેન્‍સીક પીએમ કરાવતા તેને ગળેટૂંપો દઇ હત્‍યા કરી હોવાનું જાણવા મળતા એરપોટ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી દરમ્‍યાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજા, તથા એલ.એલ. ચાવડા સહિતના સ્‍ટાફે ભોગ બનનાર વિનોદની સાથે જ કામ કરતા ચાર શકમંદ શખ્‍સોને પકડી લઇ પુછપરછ કરતા ચારેય શખ્‍સો ભાંગી પડયા હતા.બાદ પોલીસે આરોપી રાજારામ લક્ષ્મણરામ સરજુરામ (ઉ.વ. ૨૭) (રહે. હાલ યશનંદ પ્‍લાન્‍ટ સ્‍ટાફ કવાટર્સ કોલોની હિરાસર એરપોર્ટ મૂળ હથૌજ ગામ, સિકંદરપુર, ઉત્તરપ્રદેશ), દિનેશ શિવનાથ સુરૂઝ (ઉવ.૨૬) (રહે. હાલ યશનંદ પ્‍લાન્‍ટ સ્‍ટાફ કવાટર્સ કોલોની હિરાસર એરપોર્ટ અંદર મુળ ઇન્‍દ્રશૈલી મલકૌલી પોસ્‍ટ, તો.ડેલથરા, ઉત્તરપ્રદેશ), પ્રમોદ શિવદયાલ શંકર (ઉવ.૩૦) (રહે. હાલ ગોકુલધાર કવાટર્સ રોકડીયા હનુમાનની સામે મવડી પ્‍લોટ, મુળ ફાલીસપુર ગામ તા. વેલથરા રોડ, ઉત્તરપ્રદેશ)

(4:25 pm IST)