Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

વ્યવસાય વેરામાં ૫૦ હજાર વેપારીઓએ ૧૦ કરોડ વધુ ઠાલવ્યા

મ્યુ.કોર્પોરેશનને આ વર્ષે રૂ.૨૯.૧૯ કરોડનીઆવકઃ ૫ હજાર નવા વેપારીઓ નોંધાયા

રાજકોટતા. ૧૪: મ્યુ.કોર્પોરેશનના વેરા વસુલાત વિભાગ દ્વારા વ્યવસાયવેરો વસુલવા હજારો  બાકીદારોને માંગણા નોટીસો આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ વર્ષે તંત્રને અંદાજીત ૫૦ હજાર વ્યવસાયધારકોએ રૂ.૨૯.૧૯ કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષ કરતા રૂ.૧૦ કરોડ વધુની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની વેરા શાખાનાં અધિકારીઓના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષર૦૧૯/ર૦માં  કરોડોનો વ્યવસાય વેરો વસુલવાનો લક્ષ્યાંક  છે.૧ એપ્રિલ ૨૦૧૯ થી ૧૩ માર્ચ ૨૦૨૦ સુધીમાં ૫૦ હજાર વ્યવસાયધારકોએ કુલ૨૯.૧૯ કરોડનો વેરો ભરી દીધો છે. આ વર્ષે ૫ાંચ હજાર જેટલા વેપારીઓ નવા નોંધાયા છે.જયારે ગત વર્ષે એટલે કે તા.૧ એપ્રિલ ૨૦૧૮ થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં રૂ. ૧૯,૩૯,૦૬,૫૩૯ની આવક થવા પામી હતી અને ૩૦૪૭ નવા વેપારીઓ નોંધાયા હતા.આ ઉપરાંત વ્યવસાયવેરા વિભાગ દ્વારા પણ બાકીદારોને નોટીસો આપવાનું શરૂ કરી દીધું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૫.૩૧કરોડનો વ્યવસાયવેરો વ્યવસાયિકોએ ભરી દીધો છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૦ કરોડ વધુ છે.

(3:30 pm IST)