Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા.૧૪: રાજકોટ જીલ્લા પંથકની સગીરાના અપહરણ દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો.

રાજકોટ જીલ્લાની સગીરાના વિસ્તારના આ કામના ફરીયાદીએ પોતાની સગીરા વયની ૧૬ પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ અનપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ અને પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી.

આ કામે આ કામના આરોપી જીજ્ઞેશ ઉર્ફે સંજય પીઠાભાઇ મારૂની પોલીસ દ્વારા તા. ૨/૦૫/૨૦૧૬ના રોજ ધરપકડ કરવામાં આવેલ. અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દીવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી.મકવાણા, એમ.એન. સિંધવ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(3:30 pm IST)