Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

અપહરણ હત્યાની કોશિષમાં ચાર શખ્સો પકડાયાઃ રિમાન્ડની તજવીજ

બી-ડિવીઝન પોલીસે કાનો, પ્રકાશ, ગોપાલ અને જીગાને પકડ્યા

રાજકોટ તા. ૧૪: થોડા દિવસ પહેલા ચાર શખ્સોએ કડવા પટેલ યુવાનનું મોરબી રોડ પરથી અપહરણ કરી પૈસાની લેતીદેતીના ડખ્ખામાં છરીથી હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી. આ ગુનામાં બી-ડિવીઝન પોલીસે કાના ઉર્ફ કાનો અરજણભાઇ મુંધવા (ઉ.૧૯-રહે. ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૭/૮), પ્રકાશ શંભુભાઇ ઠાકર (ઉ.૩૮-રહે. જુનો મોરબી રોડ, રાજનગર-૪, મુળ જેકળા સાંથલપુર પાટણ), ગોપાલ ગોવિંદભાઇ ડાભી (ઉ.૨૧-રહે. ખોડિયાર પાર્ક જુનો મોરબી રોડ) તથા જીજ્ઞેશ ઉર્ફ જીગો કાળુભાઇ ખીંટ (ઉ.૨૨-રહે. પેડક રોડ આર્યનગર-૧)ની ધરપકડ કરી એકસેસ ટુવ્હીલર જીજે૦૩એચડી-૧૫૬૩ તથા છરી કબ્જે કર્યા છે. કાનો મુંધવા અગાઉ પણ મારામારીના ગુનામાં પકડાયો હતો. એસીપી  એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. ચંદ્રસિંહ ઝાલા, વિજયગીરી ગોસ્વામી, મનોજભાઇ, વિરમભાઇ ધગલ, અજયભાઇ બસીયા, હરપાલસિંહ, હેમેન્દ્રભાઇ અને મહેશભાઇએ ચારેયને પકડી લીધા હતાં.

(3:29 pm IST)