Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

રાણીમાં રૂડીમાં સેવા સમિતિ હડમતિયા દ્વારા મે માસમાં સમુહલગ્ન : ૧૦૧ દિકરીઓને પરણાવવાનો સંકલ્પ

રાજકોટ તા. ૧૪ : રાણીમા રૂડીમાં સેવા સમિતિ દ્વારા આગામી મે માસમાં સમુહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે.

આ અંગેની વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્યુ છે કે દર વર્ષ મુજબ આયોજીત આ વખતા સમુહલગ્નમાં ૧૦૧ દિકરીઓને પરણાવવાનો સંકલ્પ કરાયો છે.

ભરવાડ સમાજની ઐતિહાસિક જગ્યા રાણીમા રૂડીમાનો વિસામો, ગામ હડમતીયા બેડી ખાતે તા. ૫-૫-૨૦૨૦ ના વૈશાખ સુદ તેરસના મંગળવારે આયોજીત આ સમુહલગ્નમાં જોડાવા માટે નામ નોંધણી શરૂ કરાઇ છે.

આ માટેના ફોર્મ તથા વધુ માહીતી માટે ભરવાડ સમાજની વાડી, જુના માર્કેટ યાર્ડ પાસે, રાજકોટ ખાતે રૂબરૂ અથવા પ્રમુખ ડાયાભાઇ ચનાભાઇ ટોયટા મો.૮૧૬૦૦ ૩૦૨૩૦, શૈલેષભાઇ મોતિભાઇ ચિરોડીયા મો.૯૮૨૫૨ ૨૬૭૫૭, વિપુલભાઇ ચનાભાઇ ખીંટ મો.૮૮૪૯૪ ૭૦૩૧૬, ડાયાભાઇ રાજાભાઇ રાતડીયા મો.૯૮૭૯૭ ૪૧૨૪૭ નો સંપર્ક કરવાનો રહેશે.

દિકરાની ઉંમર ૨૧ વર્ષ અને દિકરીની ઉંમર ૧૮ વર્ષ હોવી જરૂરી છે. જરૂરી આધાર સાથે નામ નોંધણી કરાવી લેવી.

દરેક દિકરીઓને દાતાઓના સહયોગથી કરીયાવરમાં સેટી, કબાટ, સોનાના દાણા સહીત ઘરવપરાશની ૫૦ થી વધુ વસ્તુઓ અપાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા વાસુરભાઇ જાપડા, બેબાભાઇ મુંધવા, ભયલાભાઇ ગોલતર, વજાભાઇ ફાગલીયા, મંગાભાઇ બાંભવા, રૈયાભાઇ શિયાળ, બિજલભાઇ કાટોડીયા, રઘુભાઇ મુંધવા, ઇન્દુભાઇ ભુંડીયા, જેશાભાઇ બોહરિયા, અજયભાઇ બાબુતર, રમેશભાઇ મુંધવા, અલ્પેશભાઇ ખીંટ, જયેશભાઇ મુંધવા, જેહાભાઇ ગોલતર, પોપટભાઇ ટોળીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સમુહલગ્નની વિગતો વર્ણવતા રાણીમાં રૂડીમાં સેવા સમિતિના સર્વશ્રી ભાણાભાઇ ખીંટ, રાજેનભાઇ સિંધવ, રણજીતભાઇ સિંધવ સહીતના આગેવાનો નજરે પડે છે.

(2:51 pm IST)