Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ઠંડો પવન યથાવત

રાત્રે-સવારે ઠંડક બાદ આખો દિવસ હુફાળુ હવામાન

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ઠંડા પવનના સૂસવાટા યથાવત છે જના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારનાં ઠંડકનો અનુભવ થાય છે.

સવારના સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગ છે.

સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો સામાન્ય નીચે ઉતરે છે જયારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડે છે.

જામનગર : આજનું હવામાન રપ.પ મહત્તમ ૧પ લઘુતમ ૬૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:34 am IST)