Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મ્યુનિ. કોર્પો. દ્વારા ફુડ સેફટી અંગે થયેલ ફરીયાદમાં રવિરાજ ભેળ હાઉસના માલીકને છ માસની સજા

ર૦૦૬ના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના કેસમાં રાજકોટમાં પ્રથમ સજાનો આદેશ

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર અમિત એન. પંચાલ દ્વારા રાજકોટના લાખાજીરાજ રોડ ઉપર આવેલ રવિરાજ ભેળ હાઉસમાં ખાદ્યચીજોના ચેકીંગ દરમિયાન ખાદ્ય પદાર્થ શંકાસ્પદ લાગતા ભેળની અંદર વપરાતી મીઠી ચટણીનો નમુનો લેવામાં આવેલ હતો જે પૃથક્કરણમાં નિષ્ફળ નિવડતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ની અલગ અલગ કલમો તળે લેવાયેલ નામુનો ખાદ્ય પદાર્થ માટે અનસેફ હોય તે મતલબની ફરીયાદ કરેલ હતી અને જે કોર્ટ દ્વારા સાબિત માની અદાલતે રવિરાજ ભેળ હાઉસના માલીક સુરેશભાઇ બળોખરીયાને છ માસની સજા તથા રૂા. ૧૦,૦૦૦/-નો દંડ ફટકારેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતી દુકાનોમાં અલગ અલગ સમયે ચેકીંગ કરવામાં આવતું હોય છે અને જેના ભાગરૂપે આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર અમિત એન. પંચાલ દ્વારા લાખાજીરાજ રોડ ઉપર આવેલ રવિરાજ ભેળ હાઉસમાં ચેકીંગ દરમિયાન મીઠી ચટણીનો નમૂનો અસુરક્ષિત લાગતા તેનો પંચો રૂબરૂ તેમજ રવિરાજ ભેળ હાઉસના માલીકના પુત્ર સની સુરેશભાઇ બળોખરીયાની હાજરીમાં નમુનો લેવામાં નમુનો લેવામાં આવેલ હતો અને સદરહું નમુનો બરોડા ખાતે લેબોરેટરીમાં ફુડ એનાલીસીસ્ટ ઓફીસમાં પૃથક્કરણ અર્થે મોકલવામાં આવેલ હતો અને સદરહું પૃથક્કરણની અંદર મીઠી ચટણીની અંદર સીન્થેટીક ફુડ કલર મળી આવેલ હતો અને જે કલર કાયદાથી પ્રતિબંધિત હોય તેમ છતાં રવિરાજ ભેળ હાઉસના માલીકે મીઠ ચટણીની ંદર આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી ભેળસેળ કરી વેચાણ કરતા હોય જેથી ફુડ સેફટી ઓફીસર એ.એન. પંચાલ દ્વારા જરૂરી કાર્યવાહી કરી રાજકોટની અદાલતમાં રવિરાજ ભેળ હાઉસના માલીક સુરેશભાઇ રંધોરભાઇ બળોખરીયા તથા ફુડ બિઝનેસ ઓપરેટર સની સુરેશભાઇ બળોખરીયા સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

ચાલુ કેસ દરમિયાન ફુડ બિઝનેશ ઓપરેટર સગીર જણાતા કોર્ટ દ્વારા તેઓનો કેસ અલગ કરી બાળ અદાલત તરફ મોકલેલ હતો અને માલીક સામેનો કેસ આગળ ચલાવવાની કાર્યવાહી કરેલ હતી અને જે કેસ ચાલી જતા કોર્ટ દ્વારા તારણ કાઢેલ કે રવિરાજ ભેળ હાઉસના માલીક સુરેશભાઇ બળોખરીયાએ પોતાના ખાદ્યચીજના વેપાર દરમિયાન ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે જાણી જોઇ ચેડા કરેલ છે અને મીઠ ચટણીની અંદર કાયદાથી પ્રતિબંધિત કલર વપારેલ છે અને જેના હિસાબે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ની અલગ અલગ કલમોનો ભંગ કરેલ હોય જેથી તેને તકસીરવાન ઠરાવી છ માસની સજા તથા રૂા. ૧૦,૦૦૦/-નો દંડ કરેલ છે.

આ કામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતાં.

(5:19 pm IST)
  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST

  • દુબઈની રાજકુમારી શેખ લાતિફા ગોવાથી લાપત્તા : દુબઈની રાજકુમારી અને શેખ મોહમ્મદ બિન રાશિદ સઈદ અલ મકતૌમની પુત્ર શેખ લાતિફા (ઉ.વ.૩૨) ગોવાથી લાપત્તા થઈ હોવાના અહેવાલો : ઉલ્લખનીય છે કે, આ અગાઉ લાતિફાને ઘરમાંથી ભાગવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ વર્ષ સુધી પૂરીને રાખવામાં આવી હતી : તેના તુરંત બાદ જ તે અમેરીકામાં રાજનૈતિક શરણ લેવા ઈચ્છતી હતી access_time 4:20 pm IST

  • ઉત્તરપ્રદેશમાં ભાજપને નામોશીઃ ફુલપુર અને ગોરખપુર લોકસભાની બંને બેઠકો અખિલેશ યાદવનો સમાજવાદી ૫૦ હજારથી મતથી ઐતિહાસિક વિજય મેળવી ચૂકયો છે : સપા- બસપાની જોડીનો વિજય નિશ્ચિત access_time 6:08 pm IST