Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ચેટીચંડ નિમિતે ગાયકવાડીમાં કાર્યાલય પ્રારંભ : બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

રાજકોટ : ચેટીચંડ નિમિતે ચિત્ર સ્પર્ધા અને યોગા વીથ ફન : સિંધી સોશ્યલ યુવા ગ્રુપ દ્વારા ચેટીચંડ નિમિતે બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને યોગા વીથ ફનનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. આર્ટ ઓફ લીવીંગના હેપીનેસ ગ્રુપ ટીચર આશ્કા જાની, ગ્રીષ્મા જાની, જુહી વસા, ઇશીતા જોબનપુત્રા, સાગર મનવાણી, સ્વામી અગ્રવાલ, જયદેવ પંડયા, તરંગ ગણાત્રા, વૈશાલી ગણાત્રા દ્વારા બાળકો માટે ડાન્સીંગ યોગા, બલુન ગેમ, ફિલ્મી ગીતો, સીંધી ગીતો રજુ કરી મનોરંજનની દુનિયા ખડી કરાઇ હતી. ચિત્ર સ્પર્ધામાં રર૫ બાળકોએ કલા રજુ કરતા શ્રેષ્ઠ રર ચિત્ર પસંદ કરી ચેટીચંડના દિવસે રેસકોર્ષ મેદાન ખાતે ઇનામ અને સર્ટીફીકેટ એનાયત કરવા નિર્ણય જાહેર કરાયો હતો. નિર્ણાયક તરીકે પુજા હોબી સેન્ટરના દીપુ મેડમ અને અંકુર આર્ટ એન્ડ ડ્રોઇંગના નેહા જોશી મેડમે સેવા આપી હતી. આ ચિત્રોનું એ દિવસે એક પ્રદર્શન પણ ગોઠવાશેે. દરમિયાન ચેટીચંડ નિમિતે ગાયકવાડી ૪/૮ ના ખુણે 'ગુરૂ જો દર' ખાતે કાર્યાલય શરૂ કરાતા અખિલ સૌરાષ્ટ્ર ફેડરેશનના ચેરમેન ધનરાજભાઇ જેઠાણી, આત્મારામ બેલાણી, કોહીસ્તાન પંચાયતના પ્રમુખ નારાયણભાઇ વાસદેવાણી, ગુરૂ ગુલરાજ કુટીયાના પ્રમુખ શંકરભાઇ ભંભાણીના હસ્તે ઝુલેલાલ ભગવાનની જયોતનું પ્રાગટય કરાયુ હતુ. ચેટીચંડ મહોત્સવને લઇને ખાસ ડ્રેસકોડરૂપે ટી-શર્ટનું વિતરણ કરાયેલ. રેસકોર્ષ મેદાનમાં આયોજીત આ ઉત્સવની તૈયારીરૂપે ચિત્ર પ્રદર્શન સમિતિ, રસોઇ સમિતિ, બ્લડ કેમ્પ સમિતિ, પાણીપુરી સ્પર્ધા સમિતિ, ફન ઝોન સમિતિ, આરતી શણગાર સમિતિની રચના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સુનીલભાઇ ટેકવાણી (મો.૯૮૨૫૨ ૭૬૦૫૫), મંત્રી રાજુભાઇ દરીયાનાણી (મો.૯૮૯૮૦ ૪૦૨૫૧), હરેશભાઇ વાઘવાણી (મો.૯૮૨૪૫ ૫૨૦૪૮), રાજુભાઇ ઉદાણી (મો.૯૮૨૫૭ ૬૨૬૯૧), મહેન્દ્રભાઇ વાઘવાણી, શંકરભાઇ વસીયાણી, સોનુભાઇ મુલવાણી, રાજેશ પોપટાણી, ખેમચંદભાઇ થાવરાણી, દીનેશભાઇ જગવાણી, મુકેશભાઇ ગોપલાણી, જીતુભાઇ ગોપલાણી, સતીષભાઇ કરમચંદાણી, રાજુભાઇ બ્રીજલાણી, સોનુભાઇ આહુજા, વિજયભાઇ કુકરેજા, ચંદુભાઇ ટેકવાણી, રમેશભાઇ મમતાણી, વિજયભાઇ વસદાણી, જીતુભાઇ રોય, સુરેશ ભંભાણી, સંતોષ લાખાણી, ચંદ્રેશ લોંગાણી, મહેશ વધીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:34 pm IST)