Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રામનાથપરામાં મકાનમાં જૂગાર રમતાં ૧૧ બંગાળી શખ્સ પકડાયાઃ ૩૩ હજાર કબ્જે

હાથીખાનામાંથી ૧ બોટલ સાથે કમલ અને રૈયામાંથી ૩ બોટલ સાથે અબ્દુલ ઉર્ફ દુલો પકડાયો

રાજકોટ તા. ૧૪: રામનાથપરા-૧૮માં   એક મકાનમાં દરોડો પાડી ૧૧ બંગાળી શખ્સોને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૩૧૫૦ની રોકડ કબ્જે લીધી છે.

એ-ડિવીઝન પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પી.એસ.આઇ. એસ. વી. સાખરા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઇ, ઇન્દ્રસિંહ, નરેશભાઇ, ક્રિપાલસિંહ ઝાલા, કરણ વિરસોડીયા, હાર્દિકસિંહ પરમાર, શૈલેષભાઇ, કોન્સ. જગદીશભાઇ વાંક સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જગદીશભાઇ અને નરેશભાઇને મોડી રાત્રે પોણા બે વાગ્યે મળેલી બાતમી પરથી રામનાથપરા-૧૮માં રહેતાં બિશ્વજીત વલોધર માલી (ઉ.૧૯)ના ઘરમાં દરોડો પાડી તેને તથા નજીમ અબ્દુલબસેટભાઇ શેખ (ઉ.૨૩), તપનસિંગ દિલીપસિંગ સિંગ (ઉ.૩૦), અજોય સસાગકર ડોલાઇ (ઉ.૨૮), ઉજ્જવલ શ્યામભાઇ દાસ (ઉ.૨૬), રહિમ કાદીરભાઇ શેખ (ઉ.૨૪), સુશાંત ઓમરભાઇ માઇટી (ઉ.૩૪), સોમનાથ પંટલભાઇ ટુડુ (ઉ.૨૪), મનોજ સુશિલભાઇ પાત્રે (ઉ.૩૨), હકીબુલ અટલબઅલી મંડલ (ઉ.૩૧) અને શરીફુલ નાસીરઉલ શેખ (ઉ.૩૨)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૩૩૧૫૦ રોકડા કબ્જે લીધા હતાં. પકડાયેલા તમામ મુળ બંગાળના છે અને રાજકોટ હાથીખાના-રામનથપરામાં ભાડેથી રહી સોની કામની મજૂરી કરે છે.

એ-ડિવીઝન ડી. સ્ટાફના શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, નરેશભાઇ ઝાલા, ભરતસિંહ, ભાવેશભાઇ સહિતના સ્ટાફે હાથીખાના-૫/૧૫ના ખુણેથી હાથીખાના-૬ના કમલ રણજીતભાઇ મલિક (બંગાળી) (ઉ.૨૦)ને રૂ. ૩૦૦ના એક બોટલ દારૂ સાથે પકડ્યો હતો. તે આ દારૂ સિરાજ યુસુફભાઇ ગોવાળીયા (હાથીખાના) પાસેથી લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

રૈયા ગામમાંથી અબ્દુલ ઉર્ફ દુલો ૩ બોટલ દારૂ સાથે પકડાયો

રૈયા ગામમાં રામજી મંદિરવાળી શેરીમાં રહેતાં અબ્દુલ ઉર્ફ દુલો ખમીશાભાઇ વિકીયાણી (સંધી) (ઉ.૫૪)ને તેના ઘર નજીકથી યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. બી. જે. કડછા અને ડી. સ્ટાફની ટીમે રૂ. ૯૦૦ના ત્રણ બોટલ દારૂ સાથે ઝડપી લીધો છે.

(4:25 pm IST)
  • અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં આગ:મોડાસા મામલતદાર ઓફિસની બાજુમાં લાગી આગ : વેસ્ટ વિભાગમાં આગના કારણે ઓછું નુકશાન :મોડાસા ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવ્યો : મોટી ઘટના થતા બચી access_time 1:06 am IST

  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST