Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસો. દ્વારા સ્નેહ મિલન

રાજકોટ : શહેરની જીવાદરી સમાન ગણાતા મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસોસીએશન દ્વારા સભ્ય પરિવારો માટે તાજેતરમાં 'ગેટ ટુ ગેધર' શીર્ષકતળે સ્નેહ મિલન સમારોહ યોજાય ગયો. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણી (ઘેલાણી ઇન્ડ.), ઉપપ્રમુખ પ્રદીપભાઇ મહેતા (સુવાસ ટ્રેડીંગ), માનદ મંત્રી વસંતભાઇ બલદેવ (બલદેવ ટ્રેડીંગ), સહમંત્રી અશ્વિનભાઇ પટેલ (ગીતા એન્જી.), ટ્રેઝરર પ્રમોદભાઇ મહેતા (મહેતા બ્રધર્સ), કારોબારી સભ્યો બીપીનભાઇ કારીયા (રાજેશ ઇન્ડ.), ધીરેનભાઇ ખખ્ખર (સ્ટીલ બર્ડ એજન્સી), રામજીભાઇ લાડાણી (માઇક્રો બેરીંગ), પિયુષભાઇ પટેલ (કિરીટ એન્જી.), વિનુભાઇ અકબરી (કિશાન ટ્રડીંગ), પરેશભાઇ અઢીયા (સપના સેલ્સ કોર્પો.), ઇશ્વરભાઇ બ્રાંભોલીયા (જયંત બેરીંગ), હસમુખભાઇ બલદેવ (નાગેશ્વર ટ્રેડીંગ) વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:32 pm IST)