Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

રાજકોટમાં સવારે ઝાકળ બાદ આંશિક ઠંડીનો અનુભવ : ૧૫.૫ ડિગ્રી : ફૂંકાતા પશ્ચિમી પવન

પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની વિસ્તારોમાં વરસાદ : વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે

રાજકોટ, તા. ૧૪ : છેલ્લા ત્રણ - ચાર દિવસથી ઠંડીમાં રાહત જોવા મળી રહી છે. દરમિયાન આજે સવારે ઝાકળવર્ષા જોવા મળી હતી. બાદ ઠંડીના ચમકારા અનુભવાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્હેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી હતી. વ્હેલી સવારે ઝાકળનું જોર વધુ હતું. રાજકોટ શહેરમાં પણ સવારે ઝાકળ બાદ ઠંડીના ચમકારા અનુભવાયા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે પણ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની વિસ્તારમાં વરસાદની આગાહી એક ખાનગી વેધર સંસ્થાએ કરી છે. આ ઉપરાંત વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૮મી આસપાસ બનશે. જયારે હવામાનના સૂત્રોએ જણાવ્યું હતું કે આ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે. ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે.

(3:50 pm IST)