Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિદેશી લોકેશનમાં તૈયાર થયેલ પ્રથમ આલ્બમઃ ૧૫મીએ યુ-ટયુબ ઉપર રીલીઝ

'સાથ હૈ' ધ અલ્ટીમેટ હાર્ટ સ્ટોરી..

તેજસ શીશાંગીયાનું પ્રથમ હિન્દી કવર ગીતઃ વિદેશમાં શુટીંગ

રાજકોટઃ 'સાથ હૈ' ઘ અલ્ટીમેટ હાર્ટ સ્ટોરી... તેજસ શિશાંગીયાનું પ્રથમ હિન્દી કવર સોંગ ૧૫ જાન્યુ.એ  સાંજે ૭ કલાકે  જીલ એન્ટરટેનમેન્ટ યુ-ટયુબ ચેનલ પર રીલીઝ થશે. રોમેન્ટીક સોેંગનું વિડીયો શુટીંગ લંડન ખાતે કરવામાં આવ્યું છે જે વિદેશી લોકેશનમાં તૈયાર થયેલ પ્રથમ આલ્બમ કહી શકાય.

 રાજકોટના મલ્ટીટેલેન્ટેડ કલાકાર તેજસ શિશાંગીયા પત્રકાર હોવા ઉપરાંત કલાક્ષેત્રે નવીનતમ કોન્સેપ્ટ અને વિશીષ્ટ રજુઆત માટે જાણીતા છે.

 રાજકોટના કલાકારો વર્ષાેથી વિદેશની ધરતી પર કલા રજુ કરતા આવ્યા છે, પરંતુ ત્યાં જઇ ફ્રિ ટાઇમનો સદઉપયોગ કરી વિડીયો સોંગ બનાવવાનો નવતર અભિગમ અપનાવી તેજસ શિશાંગીયાએ યુ.કે. ના વિવિધ નયનરમ્ય લોકેશન પર આખુ ગીત ફિલ્માવ્યું છે.

 ગુજરાતના પ્રથમ કવર સોંગ તરીકેની મીસાલ અંકે કરી છે. જેનું સમગ્ર શુટીંગ યુકેમાં થયું હોય, આ કવર સોંગનું ઓડીયો વર્ક પ્રોજેકટ ગૌરવ વસાવડા દ્વારા સંપન્ન થયો છે. એ.આર.રહેમાન  દ્વારા અપાયેલ સંગીતનું રીપ્રેઝનેટેશન રીયાઝ જેરીયા તથા ગૌરવ વસાવડા દ્વારા કરાયું હતું, જેની રીધમ એરેન્જમેન્ટ હિતેષ ઢાંકેચા દ્વારા થઇ હતી, ફર્સ્ટ રેકોર્ડીંગ રૂદ્રાક્ષ સ્ટુડીયો હાર્દિક મહેતા દ્વારા તથા ફાઇનલ મીકસીંગ આદિત્ય મલ્ટીમીડીયા ડો.ઉત્પલ જીવરાજાનીએ કર્યું હતું. વોઇસ કન્ડકટર તરીકે ડો. હેમંત જોષીએ સેવા આપી હતી. પાર્શ્વગાયક એવા એસ. પી. બાલાસુબ્રમણ્યમ દ્વારા ગવાયેલ મુળ ગીતનું રીપ્રેઝન્ટેશન હિન્દીમાં તેજસ શિશાંગીયા દ્વારા સ્વરાંકીત થયું છે.

 વર્ષ-ર૦૧૮ માં મહાદેવ હર તથા શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ સંદર્ભે રાજકોટના કલાકાર નિધી ધોળકીયા તથા કેયુરભાઇ સાથે થયેલ યુ.કે.ટુર  દરમિયાન આ ગીતનું શુટીંગ થયું હતુ. યુ.કે.ના જાણીતા વીડીયો મેકર જ્ય નાંઢા દ્વારા સમગ્ર શુટીંગ સંપન્ન થયું હતુ.

 કવર સોંગ મેકિંગ ખાતે તમામ મદદ આપનાર શાંતિધામ લેસ્ટર (યુ.કે.) શ્રી વિનોદભાઇ પોપટનો આભાર તેજસ શિશાંગીયા દ્વારા પ્રકટ કરાયો છે.

લંડન ખાતે સમય આપનાર કલાકાર મિત્રો આશિષ કોટક, હિતેશ્વ નાણાવટી, કિશન પાઠક, રાકેશ કડીયા, નિરજા, જીયા તથા શાંતિધામનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. કવર સોંગનું વીડીયો એડીટીંગ રાજકોટના રાધીકા સ્ટુડીયો હિતેષભાઇ તન્ના તથા ઇમરાન જુણેજા દ્વારા કરાયું છે.

 કોઈપણ કલાકારની જીવનભરની યાદી ગણી શકાય તેવા બેનમુન કોન્સેપ્ટ સાથેના હિન્દી રોમેન્ટીક સોંગ એ પણ લંડનમાં શુટ થયેલું હોય ત્યારે ગુજરાતમાં પ્રથમ કવર કોન્સેપ્ટ રીલીઝ કરી તેજસ શિશાંગીયાએ હંમેશની 'જરા હટકે'ની પરંપરા જાળવી રાખી છે..

 તા.૧૫ જાન્યુઆરી ના રોજ 'સાથ હૈ' હિન્દી કવર સોંગ 'જીલ એન્ટરટેનમેન્ટ' યુ ટયુબ ચેનલ પર રીલીઝ થનાર છે. તેજશ શીશાંગીયા (મો.૯૮૨૫૩ ૯૪૩૨૦)

(11:53 am IST)
  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST