Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મુખશુધ્ધી કરાવતો મુખવાસ : ભાતભાતના સ્વાદીષ્ટ મુખવાસની સોડમ બજારોમાં પ્રસરી

રાજકોટ : દિવાળી પૂર્વેના દિવસોમાં થતી ખરીદીમાં મુખવાસ પણ સામેલ હોય છે. મુખશુધ્ધી કરાવતા મુખવાસની હવે તો એટલી ફલેવર આવે છે કે તમે સ્વાદ લેતા જ રહી જાવ. પહેલા વરીયાળી, તલ અને ધાણાદારનો મુખવાસ આવતો, હવે ડ્રાયફ્રુટથી માંડીને અનેક વસ્તુઓ ઉમેરીને તૈયાર થતો મુખવાસ વેરાયટીમાં મળવા લાગ્યો છે. મુખવાસની સાથે સાકર, ચોકલેટ અને પીપરમેન્ટ પણ મુકાવા લાગી છે. નવુ વર્ષ હોય અને તમે કોઇના ઘરે પધારો તો કયાય એવુ નહીં બને કે મુખવાસની ટ્રે ન ધરવામાં આવી હોય.  જેમ મુખવાસ પસંદગીમાં અનેક વિકલ્પો છે તેમ મુખવાસ મુકવા માટેની ડીસ કે ટ્રે માં પણ વેરાયટી જોવા મળતી હોય છે. જેને મુખવાસદાની કહે છે. તસ્વીરમાં મુખવાસ ખરીદવામાં મગ્ન બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:47 pm IST)