Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

૨૫ હજારની અરજન્ટ જરૂર છે, સાંજે ૮ વાગે પરત આપી દઈશ

દિનેશ કારીયાનું ફેસબુક એકાઉન્ટ હેકઃ મારા નામે કોઈના ફોન આવે તો રૂપિયા ન આપવા અપિલઃ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરશે

રાજકોટઃ સોશ્યલ મીડિયા એક સારા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ અમુક લોકો તેનો ગેરઉપયોગ કરતા હોય છે. સાયબર હેકરો પણ કરતબો અજમાવી લોકોના એકાઉન્ટ હેક કરી ઓનલાઈન નાણા ઉસેડી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે શહેર ભાજપ અગ્રણી દિનેશ કારીયાનું ફેસબુક એકાઉન્ટ પણ હેક થઈ ગયું છે.

તેઓએ જણાવેલ કે મને મારા મિત્રનો ફોન આવ્યો કે રૂપિયા કયાં ખાતામાં જમા કરૂ તો મેં કહ્યું શેના રૂપિયા તો તેમણે કહ્યું કે તમે મને ફેસબુક ઉપર માંગણી કરી હતી. ત્યારે દિનેશ કારીયાને ખ્યાલ આવ્યો કે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે.

ભાજપ અગ્રણી અને વોર્ડ નં.૩ના પ્રભારી દિનેશ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫)એ જણાવેલ કે મારૃં ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું હોય મારા કોઈપણ મિત્રોને રૂપિયાની માંગણી માટેના ફેક મેસેજ આવે તો મારા નામે કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર કરવો નહી. તેઓ સાયબર સેલમાં ફરિયાદ કરવા પણ જઈ રહ્યા છે.

(12:40 pm IST)