Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રઘુવંશી એકતા જ એનો આરાધ્‍યદેવ, સુરાપુરા, કુળદેવી એ તૂટે તો અપશુકન !

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદની ચૂંટણી માટે હાલમાં  લોકશાહી પદ્ધતિની કહેવાતી પ્રક્રિયા ચાલી રહી છે એને લગતો સત્‍યને મેલુ કરતો પ્રચાર કરાવાઈ રહ્યો છે. આવો પ્રચાર તરકટી છે અને ઘાતક પણ છે.

કોઈ રઘુવંશીએ હકીકતનો ઈન્‍કાર નહિં કરે કે રઘુવંશી એકતા અર્થાત લોહાણા સમાજની એકતા અને રૂંવે ભાઈચારો એ જ એનો ઈષ્‍ટદેવ છે. આરાધ્‍યદેવ છે. શુરાપુરા અને કુળદેવી છે. એ જ એની શકિતપીઠ છે. એકતા લેશમાત્ર તૂટે અને આંતરીક છિન્‍ન વિછિન્‍નતાનો ઘાટ ઘડાય તો એ અપશુકન અને અમંગળ એંધાણ છે. આ વાત આખા સૌરાષ્‍ટ્રમાં, ગુજરાતભરમાં અને જયાં જયાં રઘુવંશી - લોહાણા વસતા હોય ત્‍યાં બધે જ નગર નગરમાં અને ગ્રામ પ્રદેશોમાં તેમજ દેશ વિદેશોમાં પહોંચવી ઘટે ! લોહાણા સમાજ રઘુવંશી શકિતપીઠને જ વંદે અને તેને જ વફાદાર રહે એવો ઘાટ ઘડવા રાઘવેન્‍દ્ર શ્રી રામ, રામતત્‍વ ભીના જલારામ બાપા, લોહરગઢના રાણા કુરબાની ભીના સરતાજ વીરદાદા જશરાજ, સમર્થ સંત પૂ. શ્રી રણછોડદાસજી મહારાજ એ આપણી વચ્‍ચે નથી રહ્યા એવા આદર્શ જીવન જીવીને રઘુવંશની ગરીમા વધારી ગયેલા છગનબાપા અને બીજા રઘુવંશી માનવેશ્વરોને સામુહિક હૃદયભીની પ્રાર્થના કરવી જોઈએ. તેમ જાણીતા પત્રકાર શ્રી કાંતિભાઈ કતીરા કહે છે.

સૌમાં આદરણીય શ્રી કિરીટભાઈ રઘુવંશી શકિતપીઠના નિષ્‍પક્ષ અને સમર્થિત પદાધિકારી બને એ વધુ રૂડુ લેખાશે, એમ કહેનારો સર્વસંમત વર્ગ છે.

લોહાણા સમાજને વિશ્વાસમાં લીધા વિના ધારાસભા, સંસદ અને અન્‍ય સ્‍થાને ઉમેદવારોની પસંદગી ન થઈ શકે, રઘુવંશી સમાજના પદાધિકારી સમાજના લોકો સાથે પરામર્શ કરીને કોઈપણ જ્ઞાતિ હિતને સાંકળતા નિર્ણયો લઈને આદેશ આપે ત્‍યારે તેને શકિતપીઠનો આદેશ ગણીને પ્રત્‍યેક રઘુવંશી પરીવારો તેને આદર આપે અને રઘુવંશી સમાજનો તમામ સ્‍તરે હિસ્‍સો મેળવીને સમાજના દિકરા - દિકરીને પ્રત્‍યેક સ્‍પર્ધામાં ઉતીર્ણ થવા અંગેની હરોળમાં ઉભવાનુ બળ આપે એવુ બની જ શકે. પરંતુ જ્ઞાતિની અતુટ એકતા - એટલે કે આરાધ્‍યદેવનું કૌવત અનિવાર્ય બને તેમ પણ જણાવ્‍યું છે.

રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીની આ કલ્‍પના નહિં હોય તો અને ‘સમય' નથી એમ કહીને સજ્જન -  શ્રેષ્‍ઠીઓ હટી જતા રહેશે તો તે નવી પેઢી સુધી સુખ - શાંતિ નહિં આપે એમ કહેનારા સાચા પુરવાર થશે અને એમને શકિતપીઠ તથા નવી પેઢી મારૂ નહિં કરે એવો પડઘો ઉઠી રહ્યો છે.

શ્રી કાંતિભાઈ કતીરાએ કહ્યું હતું કે મારા ગુરૂજીએ મને એવી આજ્ઞા આપી છે કે મિથ્‍યાભિમાનથી અચિત દૂર રહેવુ પણ હજાર વખત જીવવું - મરવુ પડે તો પણ સત્‍યને ન છોડવું. એને ખાતર ફના થઈને જે કંઈ ત્‍યાગવુ પડે તેને ત્‍યાગવા તૈયાર રહેવુ અને ઝઝૂમવું.

તેમણે દાખલો આપ્‍યો હતો કે ‘‘દેખો, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ અંગ્રેજી સલ્‍તનતના સામના કરતે કરતે શષાવિહો બન ગઈ તબ ભી ઉસને કહે દીયા થા કી મેં મેરી ઝાંસી નહિં દૂંગી - લડુંગી, આજ વો અમર હૈ''

જો કે મારી સામે કોઈ શત્રુ નથી, સહુને મિત્રભાવે જ નિહાળુ છું. પરમ ધ્‍યેય ખાતર આ લખવા પ્રેરાયો છું જે સત્‍ય હોવાનું માનું છું.

(4:04 pm IST)