Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મગફળી ગોડાઉન-ખરીદ કેન્દ્રમાં પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવા કલેકટરના આદેશોઃ ગૂણી નીગમની રહેશે

ભેજ મપાશેઃ ર ટકાથી વધુ કચરો નીકળ્યો તો માલ રીજેકટઃ વધુમાં વધુ રપ૦૦ કિલો ખરીદાશે : ગોડાઉનો ઉપર સીસીટીવી કેમેરા- ચોકીદાર-ફાયરસેફટીઃત્રણ સેમ્પલ લેવાશેઃ દરેક કેન્દ્ર ખાતે પમા. સ્ટાફની ટીમ : રાજકોટ તાલુકાની ૧૩ હજાર મેટ્રીક ટન સહિત જિલ્લામાં કુલ ૧ લાખથી વધુ મેટ્રીક ટન મગફળીની ખરીદીના સંકેતો

રાજકોટ તા.૧૩: આગામી તા.૧૫મીથી રાજકોટ જિલ્લામાં ૯ માર્કેટયાર્ડ ખાતે મગફળીની ઓનલાઇન ખરીદી શરૂ થવાની છે, આ પહેલા જિલ્લામાં ૧૫ હજાર જેટલા ખેડૂતોએ ૯ જેટલા માર્કેટયાર્ડ કેન્દ્રો ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ગઇકાલે બપોર બાદ કલેકટરે આ બાબતે તમામ મામલતદાર, નાયબ મામલતદાર અને કલાર્ક તથા અન્યોને તાલીમ અપાઇ હતી.

દરમિયાન જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે પત્રકારોને જણાવ્યંુ હતું કે રાજકોટ તાલુકામાંથી ૧૩ હજાર મેટ્રીક ટન સહિત કુલ ૧ લાખથી વધુ મેટ્રીક ટન મગફળીનો જથ્થો ખરીદાશે, જેમાં પડધરી ૧૩ાા હજાર મેટ્રીક ટન, જસદણ ૮ હજાર, વિંછીયા ૬ હજાર, જેતપુર ૧૦ હજાર, ધોરાજી ૯૫૦૦, ઉપલેટા ૮ હજાર, ગોંડલ ૨૦ હજાર, જામકંડોરણા ૪ હજાર, કોટડાસાંગાણી ૮ હજાર અને લોધીકા તાલુકામાંથી ૬ હજાર મેટ્રીક ટન મગફળી ખરીદાશે.

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે, મગફળીની ગુણી એટલે કે કટ્ટા ખેડૂતના નહી નિગમના રહેશે અને દરેક ઉપર ટેગ લગાવાશે. દરેક કેન્દ્ર ખાતે પ વ્યકિતની ટીમ રહેશે, આ ઉપરાંત પ મજૂર, એક વજન કાટા ઉપર અને પ ઓપરેટર રહેશે.

કલેકટરે જણાવ્યું હતું કે ખરીદી સંદર્ભે નાયબ મામલતદાર, ગ્રામ્ય સેવક, નિગમ મેનેજર, કલાર્ક, ઓપરેટરના ઓર્ડરો કઢાયા છે.

કલેકટરે ઉમેર્યું હતું કે દરેક ગોડાઉન ખરીદી કેન્દ્રમાં પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવા સુચના આપી છે.

તેમણે જણાવેલ કે ખરીદ કેન્દ્રથી ગોડાઉન વચ્ચે ૩૦ થી ૫૦ કિ.મી.નું અંતર રહેશે. દરેક યાર્ડ, ગોડાઉન ખાતે સીસીટીવી કેમેરા, ચોકીદાર, ફાયર સેફટી ઉપલબ્ધ રહેશે.

દરેક સ્થળે વીડિયોગ્રાફી કરવાની, ત્રણ સેમ્પલ લેવાની અને ભેજ માપવાનું સાધન પણ રાખવા સુચના અપાઇ છે. જેમાં ૬ થી ૮ ટકાનો ક્રાઇટ એરીયા મગફળીના દાણા અંગે ફાઇનલ કરાયો છે, તેથી વધુ ભેજ નિકળ્યો તો તે માલ પણ રીજેકટ કરી દેવાશે.

કલેકટરે સંકેત આપ્યો હતો કે મગફળીની દરેક ગુણીમાં ર ટકાથી વધુ કચરો નીકળ્યો તો તે માલ રીઝેકટ કરાશે, અને રપ૦૦ કિલો જ ખરીદાશે તેમ ઉમેર્યું હતં

(3:46 pm IST)