Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની કાલે જન્મ જયંતિઃ કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ

રાજકોટ તા. ૧૩ :.. મહાનગરપાલિકા દ્વારા કાલે તા. ૧૪ નવેમ્બરનાં રોજ ભારતના ભુતપુર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની ૧ર૯ મી જન્મ જયંતિ પ્રસંગે તા. ૧૪ નવેમ્બરનાં રોજ સવારે ૯.૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ગ્રાઉન્ડ, ઢેબરભાઇ રોડ ખાતે આવેલ. તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જીવન ચરિત્ર

પંડિત જવાહર લાલ નહેરૂ જન્મઃ ૧૪ નવેમ્બર, ૧૮૮૯ના અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓ ટ્રીનીટી કોલેજ, કેમ્બ્રીજ યુનિવર્સિટી માંથી ગ્રેજયુએટ તથા બેરીસ્ટર ૧૯૨૦ના અસહકારના આંદોલનમાં ખુબ મહત્વનો ફાળો રહયો છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. તેમને બાળકો બહુ જ પ્યારા હતા. બાળકો તેમને ચાચા નહેરૂ તરીકે જ ઓળખતા. તેમનો જન્મ દિવસ ૧૪ નવેમ્બર 'બાલ દિન' તરીકે મનાવાય છે. તેઓનું અવસાન ૨૭ મે ૧૯૬૪નાં થયું હતું.

(3:37 pm IST)