Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જલારામ જયંતિ શોભાયાત્રાનું કરણપરા ચોકમાં ભાજપ સ્વાગત કરશે

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડની સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે કારતક સુદ ૭ એટલે કે તા.૧૪ નવેમ્બર, ૧૭૯૯ના રોજ વીરપુરની ધરતી પર જન્મેલ અને અન્નદાન એ શ્રેષ્ઠ દાનના મંત્રને વરેલા સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ. જલારામ બાપા કે જેઓ ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ભોજા ભગતના અનુયાયી બન્યા  અને ભોજા ભગતે તેમને 'ગુરૂમંત્ર માળા' અને રામનું નામ આપ્યું. તેમના ગુરૂના આર્શીવાદથી તેમણે વીરપુરમાં ' સદાવ્રત'ની શરૂઆત કરી. સદાવ્રત એવુ સ્થળ છે કે જયાં સાધુ-સંતો, વીરપુર પાસેથી પસાર થનાર પ્રવાસીઓ કે જરૂરીયાતમંદો લોકોને વર્ષના બારે માસ ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.

 આમ આ ઘણા વર્ષોથી અન્નદાન રૂપી સેવાની ધુણી ધખાવનાર એવા પૂ. સંત જલારામબાપાની જન્મજયંતી ઉજવણી અંતર્ગત શોભાયાત્રાનું આવતીકાલે તા.૧૪ને બુધવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે શહેરના કરણપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તો આ તકે તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

(3:03 pm IST)