Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખી : કાલે મહાઆરતી - મહાપ્રસાદ

શ્રી જલારામ સેવા સમિતિ દ્વારા સતત ૧૨માં વર્ષે ભવ્યાતિભવ્ય આયોજન : રકતદાન કેમ્પ - દિવ્યાંગ અને ઝૂપડપટ્ટીના બાળકોને ભાવતા ભોજનીયા કરાવાશે

રાજકોટ, તા. ૧૩ : પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ જલારામ સેવા સમિતિ (૧૫૦ ફૂટ રીંગ રોડ) દ્વારા પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે. આવતીકાલે બુધવારે સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જયારે આ પ્રસંગે વિશેષ આકર્ષણ રૂપે આજે મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્યાથી જૂનાગઢના ખ્યાતનામ શ્રી રાજુભાઈ સોનપાલ પ્રસ્તુત 'શ્રી નાથજીની ઝાંખી' કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે રકતદાન શિબિર, મહાપ્રસાદ ઉપરાંત અંધ - અપંગ, દિવ્યાંગ, ઝુપડપટ્ટી વગેરેના વૃદ્ધો તેમજ બાળકોને ભાવતા ભોજનીયા કરાવવામાં આવનાર છે.

પૂ. જલારામ જયંતિ ઉજવણીમાં પૂ. જલારામ બાપાની શોભાયાત્રા શ્રી શશીકાંતભાઈ ગઢીયાના ઘરઆંગણે ''નંદનવન'', ૨-મોમ્બાસા એવન્યુ પાર્ક, રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, સવારે ૯ કલાકે નીકળી શ્રી જલારામ નગરી, રૂડા ગ્રાઉન્ડ, નાગરીક બેન્ક પાસે, મોદી સ્કુલની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે પહોંચશે.

સમગ્ર ઉજવણીને સફળ બનાવવા જલારામ ભકતો સર્વે શ્રી ચંદુભાઈ રાયચુરા (મો.૯૮૯૮૨ ૪૧૧૯૦), રોહિતભાઈ જોબનપુત્રા (મો.૯૯૭૮૪ ૪૩૫૧૩), રજનીભાઈ રાયચુરા (મો.૯૯૯૮૯ ૧૬૨૫૬), ઉમેશભાઈ પૂજારા (મો.૯૮૨૫૨ ૪૮૫૩૪), મિતેશભાઈ રૂપારેલીયા (મો.૮૦૦૦૯ ૧૦૦૦૯), પુષ્પકભાઈ મજેઠીયા, હર્ષદભાઈ ઠકરાર, દિલીપભાઈ સેતા, રમેશભાઈ ઠક્કર, પ્રભુદાસભાઈ તન્ના (દાસભાઈ), દિલીપભાઈ સોમૈયા, રામભાઈ કોટેચા, વજુભાઈ નથવાણી, તારકભાઈ સેતા, જયદેવભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ ભોજાણી, મનીષભાઈ ચંદારાણા, સુજીતભાઈ ખાલપાડા, દિપકભાઈ રાયચુરા, કમલભાઈ ભાયાણી, વિરેન્દ્રભાઈ વસંત, કિરીટભાઈ કુંડલીયા, તેમજ મહિલા કાર્યકર્તાઓ લતાબેન રાયચુરા, દિવ્યાબેન જોબનપુત્રા, કોમલબેન રૂપારેલીયા, જયશ્રીબેન રાયચુરા, વિણાબેન કારીયા, રાખીબેન દત્તા, ચેતનાબેન રાયચુરા, લલીતાબેન કાલરીયા, નિલ્પાબેન કાલરીયા, રસીલાબેન પટેલ, ઉષાબેન કુંડલીયા, રેખાબેન ગઢીયા, પદમાબેન કુંડલીયા, રીનાબેન દોમડીયા, વૈશાલીબેન રૂપારેલીયા, તેમજ મીનાબેન બુદ્ધદેવ, કિરણભાઈ ઠક્કર, દિનેશભાઈ ધામેચા, ચંદ્રેશભાઈ પોપટ, રામભાઈ કોટેચા તેમજ અનેક નામી-અનામી કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:02 pm IST)