Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રૈયાના પ્રદિપ મહિડાએ મોટા વડા ગામે સસરાના ઘરે જઇ એસિડ-ફિનાઇલ પીધું

પત્નિ રિસામણે ગઇ હોઇ મનદુઃખને લીધે પગલુ ભર્યાની શકયતા

રાજકોટ તા. ૧૩: રૈયા ગામમાં રહેતાં અને ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવતાં પ્રદિપ કમાભાઇ મહિડા (ઉ.૨૬) નામના વણકર યુવાને ખીરસરા નજીક મોટા વડા ગામે રહેતાં સસરા તુલસીભાઇ ભીખાભાઇના ઘરે જઇ એસિડ અને ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે લોધીકા પોલીસને જાણ કરી હતી.

પ્રદિપના સગાએ જણાવ્યા મુજબ હાલમાં તેની પત્નિ આરતી રિસામણે ગઇ છે. સંતાનમાં એક પુત્ર છે. પ્રદિપે રિસામણે ગયેલી પત્નિ સાથે મનદુઃખ થતાં આ પગલું ભર્યાની શકયતા છે.

મોટા મવાના હિતેષે ગ્રા.પં. કમ્પાઉન્ડમાં ફિનાઇલ પીધું

બીજા બનાવમાં મોટા મવા વણકર વાસમાં રહેતો હિતેષ પ્રવિણભાઇ મકવાણા (ઉ.૨૫) સાંજે પાંચેક વાગ્યે ગ્રામ પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ સાંજે જ રજા લઇ લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(2:55 pm IST)