Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સંજયનગરમાં જાહેરમાં તિનપત્તી રમતાં ચાર શખ્સ ઝપટે ચડ્યા

ગાંધીગ્રામ પોલીસે બોદુ, મજીદ, રસુલ અને યુસુફખાનને પકડ્યા

રાજકોટ તા. ૧૩: જામનગર રોડ પર સંજયનગર-૧માં ઉસ્માનિયા મસ્જીદ પાસેના ખુલ્લા પટમાં બેસી તિનપત્તીનો જૂગાર રમતાં ચાર શખ્સોને પોલીસે પકડ્યા હતાં.

ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં હેડકોન્સ. રાજુભાઇ વ્યાસ, દિવ્યરાજસિંહ સુખદેવસિંહ સહિતની ટીમે દરોડો પાડી બજરંગવાડીના બોદુ ગફારભાઇ ચોૈહાણ (ઉ.૫૦), જંકશન પ્લોટના મજીદ સુલેમાનભાઇ જુણાચ (ઉ.૨૯), મોમીન સોસાયટીના રસુલ જુસબભાઇ મઘરા (ઉ.૪૧) અને રાજીવનગરના યુસુફખાન ફતેહખાન બ્લોચ (ઉ.૪૦)ને પડકી લઇ રૂ. ૭૧૦૦ રોકડા તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

(2:55 pm IST)