Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ભીમનગર અને પ્રિયદર્શની સોસાયટીમાં જુગારધામ પર દરોડો : નવ શખ્સો પતા ટીચતા ઝડપાયા

ક્રિષ્નાપાર્કમાં જુગાર રમતા મહિલાઓ સહિત સાત પકડાયાઃ તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ,તા. ૧૩: કાલાવડ રોડ ભીમનગર સોસાયટીમાં અને દોઢ સો ફૂટ રોડ પર પ્રિયદર્શની સોસાયટીમાં મકાનમાં ુજુગાર રમતા નવ અને ક્રિષ્ના પાર્કમાંથી મહિલાઓ સહિત સાત શખ્સોને તાલુકા પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ, હેડ કોન્સ. વિજયગીરી, અરજણભાઇ, ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ, રવિરાજભાઇ, હર્ષરાજસિંહ, કિશનભાઇ મનીષભાઇ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ તથા રૂપેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસઆઇ એન.ડી.ડામોર, કોન્સ. ભગીરથસિંહ અને અરજણભાઇને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ ભીમનગર સર્કલ પાસે ભીમનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ કાંતીભાઇ ચાવડા (ઉવ.૨૭)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીમ દીવ્યેશ તથા આંબેડકરનગર શેરી નં. ૧ના કિશોર દામજીભાઇ મહીડા (ઉવ.૩૯), દેવનગર શેરી નં. ૨ના કમલેશ ભીખાભાઇ દાફડા (ઉવ.૪૫) યુનિવર્સિટી શિવશકિત કોલોનીના અબ્દુલ ઉર્ફે ગફારભાઇ મેમણ (ઉવ.૪૦) ભગવતીપરા સુખ -સાગર સોસાયટીના વિજય છગનભાઇ વાઘેલા (ઉવ.૫૬) દોઢ સો ફુટ રોડ આદીત્ય પાર્ક શેરી નં. ૨ના કૃષ્ણસિંહ ભરતસિંહ જાડેજા (ઉવ.૫૧)ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૦,૯૧૦ની રોકડ તથા મોબાઇલ બાઇક અને એકટીવા સહિતની મતા કબ્જે કરી છે.

જ્યારે બીજા દરોડામાં ડોન્સ. મનીષભાઇ, હર્ષરાજસિંહ અને ધર્મરાજસિંહને મળેલી બાતમીના આભારે દોઢ સો ફુટ રોડ પર આવેલી પ્રિયદર્શની સોસાયટીમાં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક અશોકસિંહ તથા ગીતાનગર શેરી નં.૬ના અજીતસિંહ દીલુભા ચાવડા, રાજદીપ સોસાયટીના જોરૂભા કથુભા ચાવડાને પકડી લઇ રૂ. ૧૧,૧૩૦ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે ત્રીજા દરોડામાં દોઢ સો ફુટ રીંગ રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં. ૮માં દરોડો પાડી જુગાર રમતા ભુમીબેન રમેશભાઇ રાઠોડ (ઉવ.૨૭) (રહે. લાભદીપ સોસાયટી મવડી) હેતલબા અનોપસિંહ જાડેજા (ઉવ.૨૭) (રહે. જશરાજનગર ઉમિયા ચોક) શોભનાબેન સુરેશભાઇ ચૌહાણ (ઉવ.૫૫) (રહે. ક્રિષ્ના પાર્ક શેરી નં. ૮) ભારતીબેન હરીભાઇ રાજપુત (ઉવ.૨૮) (રહે. સોમનાથ સોસાયટી મવડી પ્લોટ), કાજલબેન દર્શિતભાઇ પિત્રોડા (ઉવ.૨૫), (રહે. ક્રિષ્નાપાર્ક -૮ મવડી) ગીતાબેન રવિભાઇ ગૌસ્વામી (ઉવ.૨૮) (રહે. ગોંડલ ચોકડી પાસે અંજલીપાર્ક શેરી નં. ૧) અને મુરલીધર સોસાયટીના મીલન લીલાભાઇ ટાંક (ઉવ.૨૪)ને પકડી લઇ રૂ. ૩,૮૧૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને પોલીસે તમામ સામે  જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(2:41 pm IST)