Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

પોલીસ જાપ્તામાંથી ફરાર જયદીપ પરમારને ઝડપી લેતી ભકિતનગર પોલીસ

રામેશ્વર સોસાયટીમાં પોલીસે વેશપલટો કરી આરોપીના ઘર પાસે ઘેરાવ કરી ઝડપી લીધો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડી.સી.પી. રવી મોહન સૈની તથા એસીપી એચ.એલ રાઠોડે તા. ૧૦/૧૦ ના રોજ મધ્યસ્થ જેલનો કાચા કામનો કેદી જયદીપ સુરેશ પરમાર જે ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા છ માસથી જેલમાં હોઇ અને કોર્ટમાં તેની મુદત હોઇ જેથી કેદી જાપ્તા સાથે કોર્ટમાંથી લઇ જતી વખતે કોઠી કમ્પાઉન્ડ પાસેથી પોલીસને ધક્કો મારી નાશી ગયેલ હોઇ, જે આરોપી ભકિતનગર વિસ્તારમાં રહેતો હોવાની સુચના આપતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, રણજીતસિંહ, પ્રતાપસિંહ,મહેન્દ્રસિંહ, સલીમભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, ભાવેશભાઇ, મનિષભાઇ, રાજેશભાઇ, મયુરસિંહ તથા રવિરાજભાઇ સ્હિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન પી.એસ.આઇ. પી.બી. જેબલીયાને મળેલી બાતમીના આધારે પીપળીયા હોલ પાસે રામેશ્વર સોસાયટીમાં અલગ અલગ ટીમ બનાવી વેશપલટો કરી તેના ઘર આસપાસ ઘેરાવ કરી જયદીપ સુરેશભાઇ પરમાર (ઉ.વ.૨૯),(રહે. રામેશ્વર સોસાયટી શેરી નં.-ર, પીપળીયા હોલ પાસે) ને દબોચી લઇ પ્ર નગર પોલીસને સોંપ્યો હતો.

(3:36 pm IST)