Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

બાળ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા રાજકોટ અન્ડર-૧૪ ક્રિકેટ કપનો પ્રારંભ

રાજકોટ : રૂદ્ર શકિત ક્રિકેટ ગ્રાઉન્ડ રતનપર તેમજ જામનગર રોડ સ્થિત ટીજીઈએસ વાડી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ અન્ડર-૧૪ ક્રિકેટ કપનું મુખ્ય અતિથિ સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને હાલ સીનીયર પસંદગીકાર તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સાથે સંકળાયેલા શ્રી મહેન્દ્રભાઈ રાજદેવના હસ્તે કરવામાં આવેલ.

આયોજકો અમિત શુકલા, પીન્ટુ ગોસાઈ, પારસ ત્રિવેદી, રવિ શેઠ છે. મહેન્દ્રભાઈ રાજદેવે જણાવેલ કે ભવિષ્યમાં ચેતેશ્વર પૂજારા પછી ટીમ ઈન્ડિયામાં રાજકોટમાંથી વધારે ક્રિકેટર જોવા મળશે. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધેલો છે. ટુર્નામેન્ટ લીગ કમ નોક આઉટ છે. જેમાં દરેક મેચમાં ખેલાડીનો ઉત્સાહ વધારવા મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન પ્રાઈઝ પણ આપવામાં આવશે. જેથી રાજકોટને અન્ડર-૧૪ના સારા ક્રિકેટરો મળી રહેશે. આ આયોજન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સહકારથી કરવામાં આવ્યું છે. જેમાં એસોસીએશનની અમ્પાયર પેનલ પણ સામેલ છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.(૩૭.૬)

(4:08 pm IST)