Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

રાજકોટના બે શખ્સો સહિત ૮ શખ્સો ગોંડલમાં જુગારમાં ઝડપાયા

રાજકોટ તા.૧૩: રાજકોટ ઇ/ચા. રેન્જના આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદીએ આર.આર. સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે સેલના મનીષભાઇ વરૂ, નરેન્દ્રસિંહ રાણાએ ગોંડલ સેવાસદન પાસે આવેલ બગીચામાં અમુક લોકો જુગાર રમે છે તેવી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા સદર જગ્યાએથી (૧) રામદેવસિંહ અજીતસિંહ જાડેજા (દરબાર) ઉ.વ.૩૨ રહે. સ્ટેશન પ્લોટ ગોંડલ (ર) વિજયભાઇ બચુભાઇ સોજીત્રા રહે. કોઠારીયા ગામ, ન્યુ સોમનાથ રાજકોટ (૩) મુનાફભાઇ રજાકભાઇ સીરાજી મુલ્લા ઉ.વ.૩૮ રહે. ગોંડલ મોવિયા રોડ (૪) પૃથ્વીરાજસિંહ જીતેન્દ્રસિંહ ચુડાસમા રહે. સિદ્ધાર્થ નગર આશાપુરા ચોકડી પાસે (પ) હુશેનભાઇ અજીજભાઇ સુમરા રહે. આંબલી શેરી નાનીબજાર ગોંડલ (૬) રવિભાઇ ભુપતભાઇ દુધણી રહે. મોવીયા ગોંડલ (૭) અબ્બાસભાઇ બાબુભાઇ સવાણ રહે. ગોંડલ નાનીબજાર (૮) મનસુરખાન યુસુફખાન મહેરવાણી રહે. હૈદરી ચોક રાજકોટ વાળાઓને રોકડા રૂ. ૬૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ ગોંડલસીટી પો.સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે.(૧.૬)

(4:05 pm IST)