Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય... રઘુવંશી રાસોત્સવમાં હિતુ કનોડીયાની જમાવટ

નાના મૌવા સર્કલ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા : ટીવી અભિનેત્રી લક્ષ્મી સદૈવ મંગલમ્ લક્ષ્મીએ પણ જમાવટ કરી

રાજકોટ : રઘુવંશી પરિવાર દ્વારા પ્રથમ વખત થયેલ રાસોત્સવનાં આયોજનમાં નોરતાની ત્રીજી રઢિયાળી રાતે માં જગદંબાની આરતી તથા ગણપતિ બાપાની સ્તુતિથી શરૂઆત કર્યા બાદ માતાજીનાં ગરબા તથા પરંપારીક લોકગીતો સાથે ખેલૈયાઓ મન મૂકીને રમ્યા. ગુજરાતી ફિલ્મ જગતના સુપ્રસિદ્ઘ કલાકાર તેમજ ભાજપનાં ધારાસભ્ય હિતુ કનોડિયા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા તથા ગુજરાતી કલર્સ ચેનલની ટીવી સિરિયલ લક્ષ્મી સદૈવ મંગલમની લક્ષ્મી (સહી બડવે) તથા નાચ મારી સાથેના ડાન્સરોની ઉપસ્થિતિ જોતાં ખેલૈયાઓમાં પણ એક આનંદની લાગણી જોવા મળી હતી. રઘુવંશી અગ્રણી તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી તથા શહેર ભાજપ મંત્રી શ્રી વિક્રમભાઈ પૂજારા ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયાઓનાં અદભુત સ્ટાઈલ તથા સ્ટેપ જોઈ હિતુ કનોડિયા પણ દંગ રહી ગયા હતા અને સ્ટેજ પર આવી સંગીત સમ્રાટ તથા સૂર સમ્રાટ મેડ મ્યુઝીક ઓરકેસ્ટ્રાની સાથે પોતાની આગવી સ્ટાઈલથી કોકિલ કંઠીલ દિપ્તી ગજ્જરની સાથે ઙ્કઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..., ઓઢણી ઊડે તો ભલે ઊડી જાયઙ્ખ ગીત ગાય અને ખેલૈયાઓને મન મૂકીને રાસ રમડયા હતા અને હિતુ કનોડિયાએ કહેલ હતું, રાજકોટનો તો હું જમાઈ છું, રાજકોટ સાથે મારો ખૂબ જૂનો નાતો છે. મને પણ નવરાત્રિ ખુબજ ગમે છે. લોક હદયમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલી લક્ષ્મી (સહી બડવે)એ પણ પોતાની વાણીથી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. 

શ્રી પ્રતાપભાઈ કોટક કાર્યક્રમના શરૂ થી અંત સુધી હાજર રહેતા રહેલ. રઘુવંશી અગ્રણીઓ કુંદનબેન રાજાણી, અશોકભાઇ કુંડલિયા, ભુપેન્દ્રભાઈ કોટક, રીટાબેન કોટક, મનીષાબેન ભગદેવ, નરેન્દ્રભાઈ પૂજારા, જયેષ્ઠારામભાઈ ચતવાણી, હરેશભાઈ દાવડા, ભરતભાઇ જલીયાણ, જયસુખભાઇ દક્ષીણી, ધર્મેશભાઈ પોપટ, આશુતોષભાઈ રાયઠઠા, સંગિતાબેન જટાણીયા, ખ્યાતિબેન જટાણીયા વગેરેએ હાજરી આપી હતી. નિર્ણાયક તરીકે શીતલ કરિયા, ગૃશા સોઢા, પલક સોઢા, મીરા કાનાણી, જીગ્ના પોપટ, નીરવ દોશી તથા મેહુલભાઈ નથવાણીએ સેવા આપી હતી તેમજ બંને ગ્રૂપનાં પ્રિન્સ – પ્રિન્સેસ, વેલ ડ્રેસ પ્રિન્સ – પ્રિન્સેસને મહેમાનો દ્વારા ઇનામો અર્પણ કરાયા હતા. (૩૭.૧૪)

 

(4:03 pm IST)